રૂપિયા 2000 હજારની મોટી નોટ મામલે RBIએ મોટો નિર્ણય લીધો છે. હવે આ નોટોને ATMમાંથી હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને તેની શરૂઆત SBIથી શરૂ થઈ છે. 8 નવેમ્બરના રોજ નોટબંધી પછી 2000 રૂપિયીનું નોટનું ચલણમાં આવ્યું હતું.
ATMમાંથી દૂર કરવામાં આવી રહી છે 2000ની નોટ
હવે 2000ની નોટ બેંક ધીરે-ધીરે ATMમાંથી દૂર કરી રહી છે. તેના માટે SBIએ શરૂઆત કરી દીધી છે. RBIએ જણાવ્યું છે કે નાના શહેરો અને કસ્બોમાં હાજર ATMમાંથી 2000 રૂપિયાની નોટ દૂર કરવામાં આવી રહી છે. જોકે મોટા શહેરોમાં નથી કરવામાં આવતું. આ સ્લોટની જગ્યા પર બેંક 100 રૂપિયા, 200 રૂપિયા, અને 500 રૂપિયાનું સ્લોટ વધારી રહ્યા છે.
બેંક 2000ની નોટને બંધ કરવા માટે કામ કરી રહ્યા છે. બેંકને શંકા છે સામાન્ય લોકોમાં અફવાહ ન ફેલાય કે સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરી રહી છે. એટલા માટે ધીરે-ધીરે ATMમાંથી દૂર કરવાની તૈયારી ચાલી રહી છે. ATMમાંથી દૂર કર્યા બાદ 2000ની નોટ નહીં મળે. જો કોઈને આ નોટની જરૂર પડે તો તે બેંકમાંથી મેળવી શકશે.
ATMમાંથી 2000ની નોટ કાઢવા માટે ગ્રાહકોને મુશ્કેલી થતી હતી. આ નોટનું મોટું પેમેન્ટ કરવામાં સરળતા રહે છે. કેમકે તેના છુટ્ટા મળવા મુશ્કેલ થઈ જતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યારે એસબીઆઈએ ઉત્તર પ્રદેશના કાનપુર મંડલથી તેની શરૂઆત કરી છે. આ બાબત સાથે સંકળાયેલા SBIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે લગભગ એક વર્ષથી એટીએમમાં 2000 રૂપિયાની નવી નોટો મૂકી રહ્યા નથી. હવે અમે આ સ્લોટને દૂર કરી રહ્યા છીએ જેથી અન્ય નોટ્સને જગ્યા આપી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.