અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રોજેક્ટ જાહેર કરાયો ત્યારથી આ પ્રોજેક્ટમાં કેટલાંક અવરોધો ઉભા થયા છે. ભારતીય જનતા પક્ષને અંદાજે રૂ. ૮૨ લાખનું ડોનેશન- ભંડોળ આપનાર ૪ કંપનીઓને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના ટેન્ડર આપવામાં આવ્યા હોવાના મુદ્દે વિવાદ સર્જાયો છે.
ભારત- જાપાનના સહયોગથી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૨૦૧૨-૧૩થી ૨૦૧૭-૧૮ના સમયગાળામાં રૂ. ૮૨ લાખનું દાન આપનાર ૪ કંપનીઓને ૪ ટેન્ડર ફાળવાયા છે. જેમાં વડોદરાની ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ લિમિટેડ, સુરતની વિભૂતિ ઓર્ગેનાઈઝર્સ પ્રા. લિમિટેડ, બે કોન્ટ્રાક્ટર મેસર્સ કે. આર. સવાણી અને ધનજી કે. પટેલનો સમાવેશ થાય છે.
ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનીયરિંગ લિમિટેડે ૨૦૧૨-૧૩થી ૨૦૧૭-૧૮ દરમિયાન રૂ. ૫૫ લાખનું દાન આપ્યું છે. આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સંજય શાહ છે અને કંપનીએ કોમ્પ્યૂટરાઈઝડ રિઝર્વેશન સિસ્ટમ અને વડોદરા સ્ટેશન નજીક કોમ્પ્લેક્સ માટેની જગ્યા લીઝ પર આપવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.
૨૦૧૨-૧૩માં ભાજપને રૂ. ૨૧ લાખનું ડોનેશન આપનાર વિભૂતિ ઓર્ગેનાઈઝર્સે સુરતમાં ઓફિસની જગ્યા લીઝ પર આપવા માટેનું ટેન્ડર મેળવ્યું છે. જ્યારે કોન્ટ્રાક્ટર મે. કે. આર. સવાણીએ ૨૦૧૨-૧૩માં ભાજપને રૂ. ૨ લાખનું દાન આપ્યું હતું અને વડોદરા સ્ટેશન પર સર્વિસ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનનું ટેન્ડર મેળવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.