વડોદરામા ભાજપ કાર્યકર સાજન ભરવાડ ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ માં મોકલી દેવાયો…

વડોદરા ના ગોત્રી વિસ્તારમાં જમીન પચાવી પાડવા તેમજ મિલકત સંબંધી અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા સાજન વશરામ ભરવાડની પાસા હેઠળ અટક કરી તેને ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે વડોદરા શહેરના બિલ્ડરે ભાજપના કાર્યકર સાજન ભરવાડ સહિતના આરોપીઓ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી

ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ગોત્રી ગામની સીમમાં આવેલી 9 હજાર ચો.મી. જમીનને 5 આરોપીએ 2004માં તેમના કુટુંબીજનોને આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો છતાં તમામે ફરીથી ભેગા મળીને 2011માં આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી જમીન વેચી દઇ છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ 2013માં તમામ આરોપીએ સાજન ભરવાડને આ જમીનનું બાનાખત કરી આપ્યું હતું.

​​​​​​​પ્રતાપભાઇ મૃત્યુ પામેલા હોવા છતાં નોટરીએ વેરિફાઇ કર્યા વગર નામ અને ફોટો ચોંટાડી ખોટી સહીઓ કરી તમામ આરોપીઓએ ભેગા મળીને જમીનનો કાયદેસરનો કબજો ભોગવટો સુપરત કર્યો હતો અને અન્ય લોકોને કુટુંબીજનોની માલિકીની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી. આ કેસમાં પોલીસે સાજન વશરામભાઇ ભરવાડ (ઉ.વ.39, રહે. વિશ્રાંતિ એસ્ટેટ, ન્યૂ અલકાપુરી)ની ધરપકડ કરી તેને ભાવનગર મોકલી અપાયો હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.