BJP અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમિત શાહને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં 11 જાન્યુઆરીના રોજ એક દિવસની મુલાકાત મહત્વની બની રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સરકારી કાર્યક્રમોની સાથે પ્રદેશ બીજેપીના સંગઠનનો કોયડો ઉકેલશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાંજે ગુજરાત આવશે અને 11 જાન્યુઆરીએ ગાંધીનગરમાં અલગ – અલગ કાર્યક્રમમાં હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 10 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ગુજરાત આવશે. તેઓ 11 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં સવારે 10.30 વાગ્યે વિશ્વાસ પ્રોજેક્ટને લોન્ચ કરશે. આ ઉપરાંત તેઓ કમાન્ડિંગ ઈન કંટ્રોલ રૂમની મુલાકાત લઇ ખુલ્લો મુકશે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે તેમ ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે જીટીયુના પદવીદાન સમારોહમાં તેઓ ઉપસ્થતિ રહી દીક્ષાંત પ્રવચન કરશે, જયારે તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશન પર નવ નિર્મિત હોટેલનું નિરીક્ષણ કરશે.

 

11મી જાન્યુઆરી બપોર બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીએમ હાઉસમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ બીજેપીના પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહીતના પ્રદેશ બીજેપીના ટોચના નેતાઓ સાથે ગુજરાતના પડતર પ્રશ્નો ઉપરાંત પ્રદેશ બીજેપીના સંગઠન બાબતે ચર્ચા કરી જિલ્લા પ્રમુખથી માંડી પ્રદેશ ટીમને આખરી રૂપ આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.