BJP અધ્યક્ષે યોગી આદિત્યનાથના બાબરી મસ્જિદ માટે અહીં 5 એકર જમીન ફાળવવા બદલ આપી આ પ્રતિક્રીયા

રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ હવે યોગી કેબિનેટે સુન્ની વક્ફ બૉર્ડને જમીન આપવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે અયોધ્યાનાં સોહાવલ તાલુકાનાં ધન્નીપુર ગામમાં સુન્ની વક્ફ બૉર્ડને જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારનાં પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે આજે 5 એકર જમીનનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. અમે 3 વિકલ્પ કેન્દ્રને મોકલ્યા હતા જેમાંથી એક પર સહમતિ બની ગઈ છે. મસ્જિદ માટે ધન્નીપુરમાં જમીન આપવામાં આવશે. આ મુખ્યમથકથી 18 કિલોમીટર દૂર છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય મંત્રીમંડળની બુધવારનાં થયેલી બેઠકમાં ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’નાં ગઠનનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન રામનાં મંદિરનાં નિર્માણ અને તેના સંબંધિત વિષયો પર નિર્ણય માટે પૂર્ણ રીતે સ્વતંત્ર હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં આ બાબતની જાહેરાત કરી. સરકારે અયોધ્યા કાયદા અંતર્ગત હસ્તગત કરેલી 67.70 એકર ભૂમિ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને હસ્તાતંરિત કરવાનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે જેમાંથી એક દલિત સમાજથી હશે.

સાથે જ પ્રધાનમંત્રીએ સંસદને જણાવ્યું કે અદાલતે પોતાના નિર્ણયમાં કહ્યું હતુ કે સુન્ની વક્ફ બૉર્ડને 5 એકર ભૂમિ ફાળવી છે, જેને લઇને મોદી સરકારે રાજ્યની યોગી સરકારથી આગ્રહ કર્યો અને રાજ્ય સરકારે જમીન આપવા પર હા કહી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા બુધવારનાં કહ્યું કે રામ મંદિરને લઇને સમાજનાં તમામ વર્ગોએ સૌહાર્દ અને ભાઈચારાની મજબૂતી દર્શાવી છે.

નડ્ડાએ પોતાના ટ્વિટમાં કહ્યું કે, ‘ભવ્ય રામ મંદિરને લઇને જે રીતે સમાજનાં તમામ વર્ગોમાં સૌહાર્દ અને ભાઈચારાની મજબૂતાઈ જોવા મળી તેનાથી ખબર પડે છે કે ભારતીય સમાજનાં તાંતણા કેટલા મજબૂત છે. હું આ માટે તમામ દેશવાસીઓનું અભિનંદન કરું છું.’ તેમણે કહ્યું કે, ‘5 એકર જમીન સુન્ની વક્ફ બૉર્ડને આપવાનો અનુરોધ ઉત્તર પ્રદેશ સરકારથી કરવામાં આવ્યો છે જેના પર સહમતિ પ્રદાન કરવામાં આવી છે. હું માટે યોગી આદિત્યનાથ તેમજ તેમની સરકાર તથા દેશનાં પ્રધાનમંત્રીનો આભાર માનું છું.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.