BJPને રાજ્યસભામાં પણ લાગ્યો ઝટકો,JDU ના રાજ્યસભામાં છે પાંચ સાંસદ…

બિહારમાં નીતીશ કુમારે મંગળવારે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. હવે તેઓ મહાગઠબંધન સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે અને આ સાથે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલી ભાજપને રાજ્યસભામાં પણ ઝટકો લાગ્યો છે.

નીતીશ કુમારની જેડીયુના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ સહિત રાજ્યસભામાં પાંચ સાંસદ છે. જો કે જેડીયુ એનડીએનો હિસ્સો હતી ત્યારે પણ રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી નહોતી. છેલ્લા ત્રણ વર્ષમાં NDAનો સાથ છોડનાર જેડીયુ ત્રીજી પાર્ટી છે અને આ અગાઉ શિવસેના અને શિરોમણી અકાલી દળ પણ NDAનો સાથ છોડી ચૂક્યા છે અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ પણ 2019ની લોકસભા ચૂંટણી પહેલા NDAનો સાથ છોડી દીધો હતો.

JDU હવે NDAનો ભાગ ન હોવાથી બીજેપીની આગેવાની હેઠળના NDAને રાજ્યસભામાં બિલ પસાર કરાવવા માટે ઓરિસ્સાના બીજુ જનતા દળ, આંધ્રપ્રદેશના YSRCP પર વધુ આધાર રાખવો પડશે.

રાજ્યસભામાં હાલમાં 237 સભ્યો છે. અહીં 8 સીટો ખાલી છે, જેમાં 4 જમ્મુ અને કાશ્મીરમાંથી, એક ત્રિપુરા અને ત્રણને નોમિનેટ કરવાની છે. બહુમતીનો આંકડો 119 છે. NDA પાસે ગૃહમાં 115 સભ્યો છે અને જેમાં પાંચ નામાંકિત અને એક અપક્ષનો સમાવેશ થાય છે. જેડીયુની વિદાય બાદ એનડીએનો આંકડો 110 પર આવી ગયો છે, જે બહુમત કરતા 9 ઓછી છે.

જો રાજ્યસભામાં એનડીએના આંકડાઓની વાત કરીએ તો ભાજપના 91 સભ્યો, AIADMK 4, SDF 1, RPIA 1, AGP 1, PMK 1, MDMK 1, તમિલ મનીલા 1, NPPના 1, MNFના 1 , UPPL 1 અને 1 સભ્ય છે. IND અને પાંચ નામાંકિત છે. આ રીતે કુલ આંકડો 110 પર પહોંચે છે આપને જણાવી દઈએ કે નીતીશ કુમાર આજે બપોરે મુખ્યમંત્રી પદના શપથ લેશે અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.