ભાજપ એક ચીટીંગબાજ પાર્ટી છે : મમતા બેનર્જીનો અમિત શાહ ઉપર પલટવાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂળ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખારાખરીનો જંગ જામ્યો છે. બંને પક્ષના નેતાઓ એકબીજા ઉપર વાર અને પલટવાર કરી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળ ગયા છે અને ત્યાં તેમણે રવિવારે તૃણમૂળ કોંગ્રેસ અને મમતા બેનર્જી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ સોમવારે હેવે મમતા બેનર્જીએ અમિત શાહ પલટવાર કર્યો છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપને ચીટીંગબાજ પાર્ટી ગણાવી છે. સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો છે કે ભાજપ રાજનીતિ માટે કંઇ પણ કરી શકે છે.

મમતા બેનર્જીએ કહ્યું કે તમે ગૃહ મંત્રી છો, તમને ખોટું બોલવું શોભા નથી દેતું. ભાજપ એક ચીટીંગબાજ પાર્ટા છે. રાજનીતિ માટે તેઓ કોઇ પણ હદ સુધી જઇ શકે છે. અમે નવા નાગરિકતા કાયદાનો ત્યારથી વિરોધ કરી રહ્યા છીએ જ્યારથી તે કાયદો બનાવવામાં આવ્યા છો. ભાજપ નાગરિકોના ભાગ્યનો નિર્ણય ના કરી શકે. નાગરિકોને પોતાનું ભાગ્ય જાતે નક્કી કરવા દે. અમે સીએએ, એનઆરસી અને અનપીઆરનો વિરોધ કરીએ છીએ.

તેમણે આગળ કહ્યું કે અમિત શાહે રવિવારે માત્ર ખોટું જ બોલ્યા છે. તેમણે કહ્યું કે આપણું રાજ્ય ઉદ્યોગમાં શૂન્ય છે, પરંતુ હકીકત તો એ છે કે આપણું રાજ્ય એમએસએમઇમાં નંબર વન છે. તેમણે એવો દાવો કર્યો છે કે આપણે ગ્રામીણ સડકોનું નિર્માણ નથી કરી શકતા, પરંતુ તેમાં પણ આપણે નંબર વન છીએ. આ જાણકારી ભારત સરકારની છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.