અજીત પવારની રાજનીતી થઇ ઘુધંળી,ભાજપ નગ્ન થઈ, બહુમતિના દાવાની હવા નીકળી ગઈ : શિવસેના

શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા. સામનામાં કહેવામાં આવ્યુ કે, ભાજપના બહુમતીના દાવાની હવા નિકળી ગઈ. સ્થિતિ એવી સર્જાઈ કે, અજીત પવારનું ચીરહરણ થયુ અને ભાજપ નગ્ન થઈ ગઈ. મહારાષ્ટ્રમાં ભાજપ પાસે બહુમતી નહોતી તેમ છતા ભાજપે બહુમતી હોવાનો દાવો કર્યો. ભાજપે જે વચન આપ્યા તેનું તેણે પાલન કર્યુ નથી. જેથી મહારાષ્ટ્રમાં આજે આ પ્રકારની રાજકીય સ્થિતી ઊભી થઈ છે.

આદિત્ય ઠાકરે શ્રીજીના દર્શને ગયા

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિધાનસભાના વિશેષ સત્રમાં પહોંચતા પહેલા શ્રીજીના દર્શને ગયા હતા. આદિત્ય ઠાકરેએ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચીને શિશ ઝુકાવ્યુ હતુ. સિદ્દિ વિનાયક મંદિરના મહારાજે તેઓને આશિર્વાદ આપ્યા હતા. જે બાદ તેઓ વિધાનસભા પહોંચ્યા હતા.

શપથવિધિ કાર્યક્રમમાં મોદી હાજર રહેશે ?

મહારાષ્ટ્રમાં ભાજપ સરકારનું બાળ મરણ થતા દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદેથી રાજીનામું આપ્યુ. ત્યારે ઉદ્ધવ ઠાકરે આવતી કાલે સીએમ પદના શપથગ્રહણ કરશે. ઉદ્ધવ ઠાકરે આજે રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરવાના છે. મહારાષ્ટ્રમા મુખ્ય પ્રધાનના શપથ વિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેનાના ત્રણ ધારાસભ્ય પણ શપથ લઈ શકે છે. શપથવિધિનો કાર્યક્રમ શિવાજી પાર્કમાં યોજાશે. આ ઉપરાંત એનસીપીમાંથી છગન ભુજબળ પણ શપથગ્રહણ કરી શકે છે.

સુપ્રીયા સુલેએ કર્યું ઉમળકાભેર સ્વાગત

મહારાષ્ટ્રમાં કેટલાય દિવસોથી બદલાતા રાજનીતિક સમીકરણો વચ્ચે આજે વિધાનસભાનું વિશેષ સત્ર આયોજિત થયુ છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ધારાસભ્યોનુ વિશેષ સત્ર બોલાવ્યુ છે. જ્યાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા. જેમને શરદ પવારના પુત્રી સુપ્રીયા સુલેએ આવકાર્યા હતા. સુપ્રીયા સુલે પોતાના ભાઈ અજીત પવાર અને આદિત્ય ઠાકરે સહિત કેટલાક ધારાસભ્યોને ભેટ્યા પણ હતા. તો સાથે જ દેવેન્દ્ર ફડણવીસને પણ સુપ્રીયા સુલે આવકાર્યા. આજના વિશેષ સત્રમાં પ્રોટેમ સ્પીકર કાલીદાસ કોલંબકરને શપથ ધારાસભ્યોને શપથ અપાવશે. જોકે આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન અને અજીત પવારે ઉપમુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધુ છે. સુપ્રીયા સુલેએ વિધાન ભવન ખાતે ધારાસભ્યોને આવકાર્યા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.