BJPથી ફફડી ઉઠેલા ઢગલાબંધ MLA એક ફાઈવ સ્ટાર હોટલમાં ભેગા થયા અને…

મુંબઈની હોટલ ગ્રાંડ હયાતમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવી હતી. અહીં ત્રણેય પક્ષના કદ્દાવર નેતા શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને પૂર્વ સાંસદ અશોક ચવાણ હાજર રહ્યાં હતાં. અહીં ત્રણેય પક્ષોના ધારાસભ્યોને એનસીપીના નેતા જિતેન્દ્ર આહવાડે શપથ ગ્રહણ કરાવ્યા હતાં.

મુંબઈની હોટલ ગ્રેન્ડ હયાતમાં ત્રણેય પક્ષો શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 162 જેટલા વિધાયકો ઉપરાંત સમાજવાદી પાર્ટીના અને કેટલાક નાના પક્ષોના તથા કેટલાક અપક્ષ ધારાસભ્યો મીડિયા સમક્ષ પરેડ કરી અને એકજૂથ રહેવાના શપથ લીધા.

આ ત્રણેય પાર્ટીના ધારાસભ્યોએ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધીના નામના શપથ ગ્રહણ કર્યા હતાં. તેમણે શપથ ગ્રહણ કર્યા હતાં કે – તેઓ શપથ પ્રત્યે નિષ્ઠાવાન રહેશે, કોઈ લાલચમાં નહીં આવે અને ગઠબંધન પ્રત્યે ઈમાનદાર રહેશે. આ ધારાસભ્યોએ એ પણ શપથ લીધા હતાં કે, તેઓ ભાજપનું સમર્થન નહીં કરે. ના તો પોતાની પાર્ટી વિરૂદ્ધ કોઈ કામ કરશે અને પાર્ટીના હાઈકમાન્ડના આદેશનું પાલન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.