સુરતના આપના કોર્પોરેટરે ભાજપ દ્વારા ત્રણ કરોડ રૂપિયા આપીને ખરીદવાની ઓફર કરી છે મારા પતિએ મને ભાજપમાં જોડાવવા માટે દબાણ કરતાં હોવાથી મારે છુટાછેડા લેવાની ફરજ પડી છે. મારા પતિ સાથે છુટાછેડા થયાં બાદ મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મારા પતિ પૈસા લઈને ભાજપમાં જોડાયા છે અને તેઓ બદનામ કરે છે. જોકે, ભાજપના કામરેજના ધારાસભ્ય દ્વારા ત્રણ કરોડ રૂપિયાની ઓફર ભાજપમાં જોડાવવા માટે આપી છે જે મેં ફગાવી છે. જોકે, ભાજપે ઓફર કરી હોવાના કોઈ પુરાવા નથી પરંતુ તેઓ પોલીસ ફરિયાદ કરશે. આપના મહિલા કોર્પોરેટરના આ આક્ષેપના કારણે સુરતમાં રાજકારણ ગરમાયું છે અને આ વિવાદ આગામી દિવોસમાં વધુ વકરે તેવી શક્યતા છે. જોકે, મહિલા કોર્પોરેટરે જે આક્ષેપ કર્યા છે તેની પાછળ અન્ય કોઈ કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આપના ગુજરાત પ્રમુખે ભાજપ ધાક ધમકી અને લાલચ આપી રહ્યું છે અને પુરાવા છે પણ હાલ રજુ નહીં કરીએ તેમ કહ્યુંના બીજા જ દિવસે આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે ભાજપે ત્રણ કરોડ રૂપિયાની ઓફર આપી છે.સુરત મ્યુનિ.ના વિપક્ષી નેતાએ આજે અચાનક પત્રકાર પરિષદ રાખી હતી તેમાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ તેમના પતિ અને ભાજપના કામરેજના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કર્યા છે. રૂતા દુધાગરાએ આક્ષેપ કરતાં કહ્યું કે, અમે જીતીને આવ્યા ત્યાર બાદ અમને અનેક વખત ભાજપ સાથે જોડાવવા માટે દબાણ કરી ધમકી આપવામાં આવી છે.
મારા પતિ ચિરાગ દુધાગરા કમાતા નથી અને મારા પર જ ઘર ચાલી રહ્યું છે તેથી તેઓ મને ભાજપની ઓફર સ્વીકારવા માટે વારંવાર દબાણ કરતાં હતા. તેઓ વારંવાર કહેતાં હતા ભાજપ સારી ઓફર અને સારી સુવિધા આપે છે તો સ્વીકારી લઈએ. પરંતુ મારા પર ૫૪ હજાર લોકોએ વિશ્વાસ મુક્યો છે તે વિશ્વાસ રાખીને હું આમ આદમી પાર્ટી સાથે જ રહી છું અને રહીશ.તેઓએ વધુમાં કહ્યું હતું કે, આ મુદ્દે મારા પતિનું વર્તન ખરાબ હતું અને અમારા વચ્ચે ઘણા ઝઘડા થતાં હતા અને તેના કારણે અમે ૨૧ મેના રોજ ડિવોર્સની કામગીરી કરી હતી અને અમારા ડિવોર્સ પણ થઈ ગયાં છે.
મારા પતિ અને ભાજપના કેટલાક લોકો સતત મને બદનામ કરવો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, મને ભાજપમાંથી જોડાવવા માટે ભાજપના ધારાસભ્ય પાસેથી ત્રણ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.જોકે, આ ઓફર કામરેજના ધારાસભ્યએ સીધી કરી નથી પરંતુ તેમના તરફથી આવતાં લોકોએ કરી છે. તેમના માણસો મારા ઘરે આવતાં અને મને આના કરતાં પણ વધુ ઓફર હોય તો તે કહેવા જણાવતાં હતા. પરંતુ મે તેમની તમામ ઓફર નકારી કાઢી છે.
આ અગેના કોઈ પુરાવા ખરા? તે પુછતાં તેઓએ કહ્યું હતું કે, ઘરે આવીને જે વાતો થતી હોય તેના કોઈ પુરાવા નહીં હોય. કારણ કે તેઓએ મને લેખિતમાં કોઈ વસ્તુ આપી નથી તેથી ત્રણ કરોડની ઓફરના પુરાવા નથી. ઓફર લઈને કોઈ આવ્યું હતું તેના નામો શુ છે? તો તેઓએ કહ્યું હતું કે, દર વખતે નવા નવા લોકો આવે છે તેથી તેમના નામ ખબર નથી.
મારા પતિએ ભાજપમાં જોડાવવાના 25 લાખ રૂપિયા લીધા છે તેથી આપના કોર્પોરેટરને ફોડવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિ હોવાથી હું મારા પતિ અને ભાજપના લોકો સોમ ફરિયાદ કરીશ કારણ તેઓ મને બદમાન કરવાનું ષડયંત્ર કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.