ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પણે પાલન કરવામાં આવતું હોવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ શું ગુજરાતમાં આ કાયદાનું ચૂસ્ત પણે અમલી કરણ થાય છે ખરું. કેટલીક વાર તો પોલીસના નાક નીચે જ લાખો રૂપિયાના દારૂના વેચાણ થાય છે અને સ્ટેટ વિજીલ્સની રેડ દરમિયાન દારૂનો મુદ્દામાલ પકડાતા સ્થાનિક પોલીસ સ્ટેશનના PI કે, PSIને સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે તો ભાજપના હોદ્દેદારો સરકારી પોલ ખોલી રહ્યા છે અને તેમના વિસ્તારમાં જ ગાંજા અને દારૂનું મોટા પાયે વેચાણ થતું હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે.
એક રીપોર્ટ અનુસાર બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવું ચૌધરીએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર નવા ટ્રાફિકની અમલવારી અને દારૂ, ગાંજાના વેચાણ બાબતે એક પોસ્ટ અપલોડ કરી હતી. દેવું ચૌધરીએ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘બારડોલીમાં ગાંજો અને દારુ મોટા પાયે વેચાઈ છે, PUC અને હેલમેટ જેટલું જ જરૂરી છે. તો કડક રીતે આનો પણ અમલ કરવો જોઈએ’. આ પોસ્ટ અપલોડ થયા પછી બારડોલી ભાજપના યુવા મોરચાના પ્રમુખ જીતુ મિસ્ત્રીએ ‘જોરદાર’ કમેન્ટ કરી હતી.
આ સમગ્ર મામલે દેવું ચૌધરીએ જણાવ્યું હતું કે, PUC અમે હેલમેટના કાયદાથી લોકોને ફાયદો છે. જેનાથી અક્સ્મામાં સુરક્ષા મળતા મૃત્યુઆંકને ઘટાડી શકાય છે પરંતુ દારૂ અને ગાંજાના વેચાણ પર પણ કડક રીતે અમલ થવો જોઈએ. જેના કારણે મૃત્યુ દર ઓછો થાય અને યુવાધન બરબાદ થતું અટકે. મેં સરકાર વિરુદ્ધ પોસ્ટ નથી કરી પણ જનહિત માટે પોસ્ટ કરી હતી.
દારૂ અને ગાંજાના વેચાણની પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરતી થતા બારડોલી પોલીસ સ્ટેશનના PI દ્વારા ભાજપના બંને નેતાઓને સમન્સ મોકલીને પોલીસ સ્ટેશનમાં નિવેદન લેવા માટે હાજર થવા જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.