હાલમાં જ મોદી કેબિનેટમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે.મોદી કેબિનેટમાં ગુજરાતના ૦૫ સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે ભાજપના ૦૫ કેન્દ્રીય મંત્રીઓ તા. ૧૬ થી ૨૧ ઓગસ્ટ ગુજરાતમાં જ ના આશીર્વાદ યાત્રા નીકળશે. આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને આ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે..
https://www.youtube.com/watch?v=uhIA2POYjn0
રાજ્યના ૧૫૧ સ્થળે કુલ ૨૦ હજાર ૨૭૭ કિલોમીટર આ યાત્રા થશે. દેવુસિંહ ચૌહાણ પાલનપુર થી નડિયાદ ની યાત્રા કરશે. મહેન્દ્ર મુંજપરા અમદાવાદમાં યાત્રા કરશે. આ ઉપરાંત દર્શનાબેન જરદોશ ની યાત્રા આણંદ થી શરૂ થશે અને સુરત ખાતે સમાપન થશે.
ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઊંઝા થી અમરેલી સુધી યાત્રા કરશે.અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ની ત્રણ દિવસની યાત્રા રાજકોટ થી શરૂ થઈને ભાવનગરમાં પૂર્ણ થશે. એમ ૦૫ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતનાં મોટા ભાગનાં સ્થળે જશે. અને ૨૦,૨૭૭ કિલોમીટરનો પ્રવાસ કરશે.
https://www.youtube.com/watch?v=cAwLzCasDM4
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.