આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સમગ્ર ગુજરાતમાં દરેક ઘર સુધી પહોંચ્યું છે, આ ફ્રી વીજળી આંદોલન દ્વારા આજે ગુજરાતના દરેક ઘર સુધી દિલ્હીની વીજળી ક્રાંતિ ની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. દિલ્હીની વીજળી ક્રાંતિ જાણ્યા બાદ ગુજરાતના લોકોને પણ ખ્યાલ આવી રહ્યો છે કે ગુજરાતમાં પણ મફત વીજળી આપી શકાય છે. પરંતુ ભ્રષ્ટ ભાજપ ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા ગુજરાતની જનતાને મોંઘી વીજળી આપી રહી હોવાનું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યું કે ગુજરાત ની જનતા ને ભ્રષ્ટ ભાજપ ની પોલ ખોલવા આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, અમદાવાદના નારણપુરા, ચાંદલોડિયા અને નવા વાડજ, રાણીપ તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. આ બધા આયોજનો અને યાત્રાઓ દ્વારા આમ આદમી પાર્ટી મોટા પ્રમાણ માં જનતા ની સમસ્યાઓ સુધી પહોંચવામાં સફળ રહી છે અને આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોમાં બદલાવ નો ભાવ જગાવવામાં સફળ રહી છે.
જ્યારથી ફ્રી વીજળી આંદોલન શરૂ થયું છે ત્યારથી ભાજપ સરકારે તાનાશાહી વલણ અપનાવીને આ આંદોલનને ઘણી વખત કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ દરેક વખતે નિરંકુશ ભાજપ સરકાર ફ્રી વીજળી આંદોલન ને કચડી નાખવામાં નિષ્ફળ રહી છે. કારણ કે ફ્રી વીજળી આંદોલન માત્ર આમ આદમી પાર્ટી દ્વારા જ નહીં પરંતુ ગુજરાતની જનતા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તેમજ તેના કારણે સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળી આંદોલન મજબૂત રીતે આગળ વધ્યું છે અને સફળ રહ્યું હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
ભાજપના નેતાઓ રોજેરોજ નિવેદનો આપતા રહે છે કે મફત વીજળી આપી શકાતી નથી, પરંતુ અમે માનીએ છીએ કે ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓને મફત વીજળી આપી શકાતી હોય તો જનતાને કેમ નહીં? મફત વીજળી પર પહેલો અધિકાર જનતાનો છે અને આવનારી ચૂંટણીમાં જનતા આમ આદમી પાર્ટીને જીતાડીને મફતમાં વીજળીનો અધિકાર પોતે જ હાસિલ કરી લેશે તેમ એક નિવેદનમાં ગોપાલભાઈ એ જણાવ્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.