કર્ણાટક હિજાબ વિવાદમા ભાજપને મળ્યો આદિત્ય ઠાકરેનો સાથ જાણો વિગતવાર

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદને લઈને અલગ-અલગ પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. અનેક કૉલેજોમાં હિજાબ પહેરવાના અધિકારના કાયદાનું સમર્થન કરી રહી છે, તો કેટલાક નેતાઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.અને હવે સમર્થન કરનારા લોકોની યાદીમાં મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ પણ જોડાઈ ગયું છે.

આદિત્યા ઠાકરેએ કહ્યું છે કે, જ્યાં સ્કૂલોમાં ચોક્કસ યુનિફોર્મ છે, તેનું પાલન કરવું જોઈએ. અને શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર શિક્ષણ પર જ ધ્યાન આપવું જોઈએ. ધાર્મિક કે રાજકીય મુદ્દાઓને સ્કૂલો-કૉલેજ સુધી નાં ઢસડી જવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના ઉડુપી કોલેજમાં હિજાબ પહેરાવાની ઘટનાને લઈને શરૂ થયેલા વિવાદની આગ હવે દેશભરમાં ફેલાઈ રહી છે. અને હકીકતમાં ઉડુપીની એક કૉલેજમાં 6 વિદ્યાર્થિનીઓને એટલા માટે ક્લાસમાં પ્રવેશથી અટકાવવામાં આવી, કારણ કે તેમણે કૉલેજનો યુનિફોર્મ નહતો પહેર્યો, પરંતુ હિજાબ પહેર્યો હતો.

જે બાદ વિદ્યાર્થિનીઓ ધરણા પર બેસી ગઈ. કોલેજના ઈનકાર બાદ તેઓ હાઈકોર્ટ પહોંચ્યા. આવતી કાલે આ મામલે સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, કોઈની અંગત માન્યતાથી ઉપર કાયદો અને બંધારણ છે.

આ હિજાબ વિવાદ વચ્ચે ભાજપના ધારાસભ્ય રેણુકાચાર્યનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓના કપડાના કારણે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ભાજપના ધારાસભ્યનું નિવેદન એવા સમયે આવ્યું, અને જ્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બિકિની પહેરવાના અધિકારને લઈને ટ્વીટ કર્યું હતું.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટમાં કહ્યું હતું કે, બિકિની હોય, ઘુંઘટ હોય, જીન્સ હોય કે હિજાબ એ નક્કી કરવાનો અધિકાર મહિલાને છે, કે તેણે શું પહેરવું જોઈએ.અને આ અધિકાર મહિલાને ભારતના બંધારણે આપ્યો છે. મહિલાઓને પરેશાન કરવાનું બંધ કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.