ભાજપના પાયાના કાર્યકર અને ગૃહમંત્રી અમિત શાહના નિકટના ગણાતા મહેશ શર્માનું કોરોના સંક્રમણના કારણે આજે સવારે દુઃખદ અવસાન થયું છે. પુત્ર અને પત્ની પણ કોરોનાથી સંક્રમિત હતા. તેમને ગત રોજ અપાઈ હતી બંને ને રજા.
મહેશ શર્મા વડોદરા ભાજપમાં જનસંઘના સમયથી કાર્યકર તરીકે સેવા આપતા રહ્યા અને ત્યારબાદ પક્ષના સંનિષ્ઠ કાર્યકર તરીકે તેમને વડોદરા શહેરના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા.
તેઓ છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. તેમના પરિવારજનો પણ કોરોના પોઝિટિવ થયા હતા. તેઓની તબીયત સારી થતા ગઇકાલે પુત્ર અને પત્ની ને રજા આપી દીધી હતી. જ્યારે સ્વર્ગસ્થ મહેશ શર્મા સારવાર હેઠળ હતા તેઓનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.