લોકસભાના શિવસેનાના બોલકા અને અવારનવાર પોતાના નિવેદનોને લઇ ચર્ચામાં રહેતાલ બેબાક સાંસદ સંજય રાઉતના ત્યાં થોડાક દિવસ આગાઉ ED ની ટીમ દ્ધારા તેમના નિવાસસ્થાને દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી જે પ્રકારે એક બાદ એક શિવસેના નેતાઓના ત્યાં EDના દરોડાના પાડવામાં આવ્યા હતા તેના લઇ શિવસેનામાં હડકંપ મચ્યુ છે અને થોડાક દિવસ મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અને NCPના નેતા નવાઝ મલિકના ત્યાં EDએ દરોડા પાડી મનીલોન્ડિરંગના કેસમાં તેમની ધરપકડ કરી હતી.
આ તમામ ઘટનાઓનો પલટવાર કરી શિવસેનાના સાંસદ સંજય રાઉતે BJPના નેતા પર આરોપોનો મારો ચલાવ્યો છે જેમાં સંજય રાઉતે BJPના નેતા કિરીટ સૌમ્યા પર 100 કરોડના શૌચાલય કૌભાંડનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે જેમાં આરોપ પાછળ સંજય રાઉતે પોતાની પાસે પુરાવા હોવાની વાત પણ કરી છે તેઓએ ટૂંક સમયમાં મિડિયા સમક્ષ આ કૌભાંડના પુરાવ રજૂ કરશે તેવી વાત કહી છે આજ નહિ તો કાલ કિરીટ સૌમ્યાના INS વિક્રાંત કૌભાંડના મામલે જેલપહોંચાડીને ઝંપીશું તેવી પણ વાત કરી છે અને આ સાથે તેમણે મહારાષ્ટ્ર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાનો સાધતા INS વિક્રાંત કૌભાંડ મામલે ટ્રવિટ કર્યુ હતુ.
સંજય રાઉત વધુમાં જણાવ્યુ હતુ કે બી જેપી નેતા કિરીટી સૈમ્યાનું શૌચાલય કૌભાંડ હું લોકો સમક્ષ લાવીશું મીરા ભાઇદર મહાનગરપાલિકા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરોડો રૂપિયાનું શૌચાલય કૌભાંડ આચર્યુ છે રાઉતે વધુ જણાવ્યુ હતુ કે આ તમામ કૌભાંડોના મારા પાસે પુરાવાઓ છે અને જે સમય આવવા પર રજૂ કરીશ આ કૌભાંડ જોડાયેલા કાગળોના બોગસ બિલ બનાવી પર્યાવરણના નામે 100 કરોડથી વધુ રકમ ચાઉ કર્યા હોવાની વાત કહી છે અને આગામી દિવસોમાં તેઓ આ કૌંભાંડને ઉજાગર કરવા જઇ રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.