ઇન્ડિયન પ્રીમિયર લીગને લઈને હંમેશાં જ મેચ ફિક્સિંગ અને સટ્ટાને લઈને ઘણા પ્રકારની વાતો થતી રહેતી રહે છે. આ વર્ષની IPL 2022ની ફાઇનલ મેચમાં નવી IPL ટીમ, ગુજરાત ટાઈટન્સએ સૌથી જૂની ટીમ રાજસ્થાન રૉયલ્સને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. હવે IPLની ફાઇનલ મેચને લઈને દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ગરબડીનો આરોપ લગાવ્યો છે. અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર જ સીધો પ્રહાર કર્યો છે.
સ્વામી સુબ્રમણ્યમ સ્વામીએ IPL 2022ની ફાઇનલમાં ગરબડીનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીટ શેર કરી છે, જેમાં એક વીડિયો લિન્ક છે. આ વીડિયોમાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા IPL પર ઉઠાવેલા સવાલોની વાત થઈ રહી છે. સાથે જ ટ્વીટમાં લખ્યું કે, ઇન્ટેલિજેન્સ એજન્સીઓનું માનવું છે કે IPLના પરિણામમાં ગરબડી થઈ ગઇ હતી અને તે માટે તપાસની જરૂરિયાત છે અને તપાસ માટે જનહિતની અરજી દાખલ કરવાની જરૂરિયાત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.