છોટાઉદેપુરનાં જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને હાલમાં આદિજાતિ વિકાસ નિગમનાં ડિરેકટર જશુભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા રેતી ચોરી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે.જયારે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ૨૨ લોકોની હજુ તો ધરપકડ કરવાની બાકી હોવાનું કહેવાય છે.
છોટાઉદેપુર ભૂસ્તરની કચેરીના અધિકારીઓએ પુનિયાવાંગ ગામે તા. ૫ એપ્રિલ ૨૦૨૦નાં રોજ રાત્રે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં નદીમાંથી આશરે ૧.૭૪ કરોડની રેવન્યુ નું સરકારને નુકસાન કયુઁ હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી ૧ લોડર મશીન, ૯ ટ્રકો તેમજ ટ્રેકટરો જપ્ત કર્યો હતાં.
ધરપકડ બાદ સેસન્સ કોર્ટમાં સંગ્રામસિંહ રાઠવાનો જામીન મંજૂર કરતાં તેનો આજે જામીન ઉપર છૂટકારો થયો હતો.
https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.