કોટડા સાંગાણી તાલુકાનો એક શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના લોધિકા પોલીસ મથક હેઠળ આવતા નવી મેંગણી ગામે શાળામાં શાળા સંચાલક અને જિલ્લા ભાજપ મહિલા મોરચાના અગ્રણી ના પતિ પર શાળામાં અભ્યાસ કરતી બે છાત્રાઓની છેડતી કર્યાનો આક્ષેપ લાગ્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ગુનો નોંધી સ્કૂલ સંચાલકને શોધખોળ શરૂ કરી હતી.
ફરિયાદ પરથી શાળા સંચાલક દિનેશ સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું કે, નવી મેંગણી ગામે આવેલ જ્ઞાનદીપ શાળાના સંચાલક આરોપી દિનેશ એ એની જ શાળામાં ધોરણ ૯ માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓને છેલ્લા એક માસ દરમિયાન છ વાર છેડતી કરી છે.
ધોરણ ૯ ની બે વિદ્યાર્થિનીના વાલીઓએ લોધિકા પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા. બંને વિદ્યાર્થિનીઓને પોલીસે કહ્યુ કે, તેઓ નવી મેંગણી માં આવેલ જ્ઞાન જ્યોત સ્કૂલ માં ધોરણ ૯ માં અભ્યાસ કરે છે સ્કૂલ સંચાલક દિનેશ જોષી કેટલાક સમયથી બંને સામે ખરાબ નજરે જોતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો. ગત તા.૯ સપ્ટેમ્બરથી તા.૧ ઓક્ટોબર સુધીમાં છ વખત અલગ અલગ બહાને વિદ્યાર્થીનીઓને સંચાલક દિનેશ ઓફિસમાં બોલાવી હતી. જે બાદ તે બંનેને ખરાબ રીતે જકડી રાખી પજવણી કરતો હતો.
https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E&t=2s
શુક્રવારે સંચાલકે ફરીથી આવી ભજવણી કરતા વિદ્યાર્થીનીઓ કંટાળી ગઈ હતી. તેમણે શાળાના શિક્ષકોને આ અંગે ફરિયાદ કરી. જે બાદ તેણે પોતાના પરિવારને આ અંગે જાણ કરી. જે બાદ પરિવારને ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.