મહારાષ્ટ્રની રાજનીતિ કર્ણાટકનાં નાટકથી પણ મોટી થતી જોવા મળી રહી છે. સરકાર બનાવવાની ના કહ્યાનાં લગભગ 16 દિવસ બાદ દેવેન્દ્ર ફડણવીસે શનિવારની સવારે અચાનક બીજીવાર મુખ્યમંત્રી પદનાં શપથ લીધા. ફડણવીસ દ્વારા શપથ લેવાયા અને એક સાથે સરકાર બનાવવાનાં પ્રયત્નો કરી રહેલી શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી હરકતમાં આવી ગઈ અને પોત-પોતાના ધારસભ્યોને સાચવવામાં લાગી ગઈ.
અજિત પવારને હટાવીને NCPએ જયંત પાટીલને સોંપી મોટી જવાબદારી
સૌથી મોટી તૂટનો કહેર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી પર પડવાનો હતો, પરંતુ પાર્ટી પ્રમુખ શરદ પવારે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી અને આ બેઠકમાં તેમના 54માંથી 42 ધારાસભ્યો સામેલ થયા. બેઠકમાં અજિત પવારને હટાવીને પાર્ટીનાં ધારાસભ્ય દળનાં એક નેતા બનાવવામાં આવેલા જયંત પાટીલે કહ્યું કે, “આજની બેઠકમાં 42 ધારાસભ્ય સામેલ થયા, જ્યારે 7 સંપર્કમાં છે. રવિવારનાં થનારી એક અન્ય ભેઠકમાં 49 ધારાસભ્ય સામેલ થશે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.