રાજ્યમાં ચુંટણીઓ નજીક છે ત્યારે પાટણ ભાજપના હાલના સાંસદ ભરતસિંહ ડાભીએ ખેરાલુ વિસ્તારની પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, સિંચાઇના પાણી માટે 25 વર્ષથી રજૂઆતો કરતાં હોવા છતાં સરકારે ધ્યાન આપ્યું નથી અને આના પરિણામે હવે લોકો પાણી માટે ચૂંટણીબહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.
તેઓએ પોતાની આ છેલ્લી ટર્મ હોવાનું જણાવી ઉમેર્યું કે 2024 બાદ રાજકીય સન્યાસ લેશે.
સાંસદે કહ્યું કે, રમીલાબેન દેસાઇ અને મારી સાથે મારા સાથી મિત્ર અજમલજીએ ખેરાલુ વિધાનસભામાં સિંચાઇના પાણીની સમસ્યા ઉકેલવા વારંવાર સરકારને રજૂઆત કરી હોવાછતાં પ્રશ્ન હલ થયો નથી.અને આ વાતને 25 વર્ષ કરતાં વધુ સમય વિત્યો હોવા છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી પરિણામે પોતે કોઇ જ ચૂંટણી લડવાના નથી અને રાજકીય સન્યાસ લેવાની વાત જાહેરમાં વ્યક્ત કરતા રાજકારણ ગરમાયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.