મહારાષ્ટ્રમાં ગઠબંધનની સાથે ભાજપને સરકાર બનાવવા માટે રોક્યા બાદ કોંગ્રેસ ભવિષ્યમાં દેશના બીજા રાજ્યોમાં પણ આ સમીકરણ રચવાની તૈયારીમાં લાગી ગઇ છે. પાર્ટીના પ્રવક્તા રાજીવ ગૌડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે છેલ્લા કેટલાક વર્ષમાં જોયું કે ભાજપે બીજા રાજકીય દળ અને પોતાના સહયોગીને પણ નિશાને લીધા છે. જેના કારણે દેશના લોકો જોઇ રહ્યાં છે કે હવે દેશના અનેક રાજ્યોમાં નવા સમીકરણો રચાતા જોવા મળી રહ્યાં છે.
-
- દેશને ‘ભાજપમુક્ત’ બનાવવા કોંગ્રેસી કસી કમર
- મહારાષ્ટ્ર મોડલને અન્ય રાજ્યમાં પણ કરાશે લાગુ
- રાજ્યમાં ભાજપને સત્તાથી દુર રાખવા ભરશે આ પગલું
મહારાષ્ટ્ર મોડલનો આગળ પ્રયોગ કરવામાં આવશે તેવા સવાલના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું કે તમે આગળ વ્યવહારિક ગઠબંધન જોશો. કોંગ્રેસ પ્રવક્તાએ દાવો કર્યો કે ‘ભાજપની સરકાર દેશની અર્થવ્યવસ્થા માટે સારી નથી. એટલે જરૂરી છે કે બધા પક્ષ ભેગાથઇને ભાજપને રોકે.’
રાજીવ ગૌડાએ કહ્યું કે અત્યારે જોવા મળી રહ્યું છેકે ભારતના નકશા પર રાજકીય તસવીર બદલાઇ રહી છે. તમે એકવાર ફરીથી ભાજપ શાસિત વગરના રાજ્ય તરીકે જઇને કન્યાકુમારીથી કાશ્મીર સુધી મુસાફરી કરી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.