ભાજપના મહામંત્રીની છલકાઈ રંગલીલા, વોટ્સએપ ગ્રૂપમાં ફરતા મૂક્યા અશ્લીલ વીડિયો

અમદાવાદ:નરોડામાં ભાજપના રંગીલા મહામંત્રીની બીભત્સતા સામે આવી છે. નરોડા ભાજપના મહામંત્રી ગૌતમ પટેલે ભાજપના ઓફિશિયલ નરોડા ગ્રૂપમાં બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે, ગૌતમ પટેલે વોટ્સએપ ગ્રૂપમાં 70 થી વધુ બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. જેને લઈને માહોલ ગરમાયો છે.

  • અમદાવાદના નરોડા વિસ્તારના ભાજપના ગ્રુપમાં પોસ્ટ થયાં બીભત્સ વીડિયો 
  • 70 થી વધુ વીડિયો પોસ્ટ થતાં રાજકારણમાં ગરમાવો 
  • ભાજપના મહામંત્રી ગૌતમ પટેલે બીભત્સ વીડિયો કર્યા પોસ્ટ 

કારણ કે, આ વોટ્સએપ ગૃહમાં મહિલા કોર્પોરેટર અને મહિલા કાર્યકરો પણ સામેલ છે. જોકે ભાજપના મહામંત્રી ગૌતમ પટેલની આ હરકત બાદ કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો ગ્રૂપમાંથી લેફ્ટ થઈ ગયા છે. પરંતુ આ પ્રકારની હરકતને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે. 

નારી શક્તિની સુરક્ષાની માત્ર વાતો 

કારણ કે, નારી શક્તિની સુરક્ષાની વાતો કરવામાં આવે છે, નારીને માન-સન્માન આપની વાત કરવામાં આવે છે. તે જ પક્ષની નેતાગીરી આવા હવસના ભૂખ્યા નેતાઓ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું આવા નેતાઓના હાથમાં ભાજપે નરોડાનું નેતૃત્વ સોંપ્યું છે…? શું આવા નેતાઓ નરોડાની મા-બહેનોની રક્ષા કરશે…?

રાજકારણમાં ગરમાવો 

નલિયા સેકસકાંડમાં રાષ્ટ્રીય સ્તરે ભાજપની છબિ ખરડાઇ હતી. શિષ્તને કારણે ઓળખાતી પાર્ટીને જાણે વ્યાભિચારનો સડો લાગી ગયો હોય એ પ્રકારે સોશિયલ મીડિયામાં પાર્ટીના કેટલાક નેતાઓ એવી ભૂલો કરી બેસે છે કે, લોકમાં તેમની છબિ ખરડાય છે.  ત્યારે આ ફરી આ પ્રકારની ઘટનાને પગલે રાજ્યના વાતાવરણમાં ગરમાવો ફેલાયો છે. 

સુરતમાં બની હતી ઘટના 

સુરતમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ભાજપ કાર્યકરની ફરી એકવાર અશ્લિલ હરકત સામે આવી હતી. કરંજ વિધાનસભા વોર્ડ નંબર 13ના ગ્રુપમાં ભાજપના કાર્યકર્તા દ્વારા અશ્લિલ ફોટા મુકાતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. એટલું જ નહીં વોટ્સએપના આ ગ્રુપમાં ધારાસભ્ય જનક બગદાણા પણ સામેલ છે. જોકે અશ્લિલ ફોટા મુક્યા બાદ ભાજપ કાર્યકર રાકેશ પટેલને ગ્રુપમાંથી કાઢી મુકાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.