ભાજપની નજર હવે પશ્ચિમ બંગાળ જીતવા પર, અત્યારથી ચક્રવ્યૂહ ઘડવાની અને એના અમલની યોજના

બિહારમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યા પછી હવે ભાજપના નેતાઓની નજર પશ્ચિમ બંગાળ પર પડી હતી. આ રાજ્ય 42 સાંસદો મોકલે છે જે બિહાર કરતાં બે વધુ છે.

ભાજપના નેતાઓ માને છે કે હાલ બંગાળમાં મમતા બેનરજી વિરુદ્ધ લોકલાગણી છે. એને કેવી રીતે રોકડી કરવી એની યોજના ભાજપ ઘડી રહ્યો હતો. ભાજપના ચાણક્યા મનાતા કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ તાજેતરમાં પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાત લઇ આવ્યા. તેમણે તૃણમૂલ કોંગ્રેસના અસંતુષ્ટોને ભાજપમાં આવી જવા લલચાવ્યા હતા અને મોઢામોઢ થતી વાતો સાચી હોય તો મમતાના નંબર ટુ ગણાતા શુભેન્દુ સરકાર ગમે ત્યારે તૃણમૂલ કોંગ્રેસને ત્યજી દેશે.

મમતાની ઉપરવટ થઇને શુભેન્દુએ બુધવારે નંદીગ્રામમાં એક રેલી યોજી હતી અને રેલી પૂરી કરતી વખતે મમતાની ઉપરવટ થઇને ભારતમાતા કી જયનાં સૂત્રો પોકાર્યા હતા. બુધવારે મમતા બેનરજીએ બોલાવેલી બેઠકમાં શુભેન્દુ ઉપરાંત કુલ ચાર પ્રધાનોએ બેઠકમાં હાજરી આપી નહોતી.

ભાજપના નેતાઓનું એક જૂથ માને છે કે બિહારની ચૂંટણીના વિજયની કોઇ અશર બંગાળ પર નહીં પડે પરંતુ બધાં જૂથો એક વાત તો માને છે કે બિહારનાં પરિણામોથી બંગાળમાં ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં ડઝનબંધ સભાઓ સંબોધી એ હકીકત પણ બંગાળના ભાજપી નેતાઓ કાર્યકરો માટે ઉત્સાહવર્ધક સાબિત થઇ શકે છે. મોદી બિહારમાં આટલી બધી સભા સંબોધે તો બંગાળમાં પણ સંબોધશે એવો આશાવાદ બંગાળી કાર્યકરોમાં પ્રગટી રહ્યો હોવાની એક માન્યતા હતી.

બંગાળમાં 2021માં વિધાનસભાની ચૂંટણી છે. ભાજપે બંગાળમાં 200 બેઠકો જીતવાનો વ્યૂહ ઘડ્યો હતો. બિહારમાં એકલે હાથે ભાજપે 74  બેઠકો મેળવી હતી જે શાસક પક્ષ જદયુ કરતાં વધારે હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.