BJP નેતાએ હાથમાં દારૂની બોટલ પકડીને દારૂબંધીનાં લીરેલીરા ઉડાવાયા, PM મોદીના નામનો ઉલ્લેખ કર્યો

આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ વ્યક્તિ પોતાનો વીડિયો મૂકી શકે છે. ત્યારે ભરૂચ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કમલેશ મોદી ઉર્ફે મુન્નાનો એક વિવાદિત ટિકટોક વિડીયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં ભાજપના નેતા કમલેશ મોદીએ દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવ્યા છે.

ભરૂચ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કમલેશ મોદીએ પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે, હું માત્ર આ જ દારૂ પીવુ છું. કહીને દારૂની બોટલ બતાવે છે. સાથે મને કોઈ હાથ લગાવી શકે નહીં તેમ કહીને પોલીસ પ્રશાસનને પણ ચેલેન્જ આપી રહ્યા છે. એક બાજુ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે.

બીજી તરફ પોલીસ લાખો રૂપિયાનો દારૂ ઝડપતી પણ હોય છે. પરંતુ આ કાયદો નેતાઓને લાગુ ન પડતો હોય તેમ ખુલ્લેઆમ ભરૂચના કમલેશ મોદી પોતાની ધૂનમાં કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. વીડિયોમાં કમલેશ મોદીએ નરેન્દ્ર મોદીના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.