ભાજપના નેતાની જીભ લપસી- કહ્યું, મને કોરોના થશે તો હું મમતા બેનર્જીને ભેટીશ

પશ્ચિમ બંગાળ ભાજપના નવા નિમાયેલા પ્રમુખ અનુપમ હઝારાએ આજે એક વિવાદાસ્પદ નિવેદન કરતાં રાજકીય ક્ષેત્રે હોબાળા મચી ગયો હતો. તૃણમુલ કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા  પૂર્વ સાંસદ હઝારાએ કહ્યું હતું કે મને ે કોરોનાનું સંક્રમણ થશે તો હું  મમતા બેનર્જીને ે ભેટવા જઇશ કે જેથી કોવિડ-19 ભોગ બનેલા પરિવારોની  વેદના  તેમને સમજાઇ જાય.

24 પરગણામાં રવિવારે સાંજે બારૂલપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં હઝારાએ કરેલી ટીપ્પણી પછી તેમની સામે સિલિગુડીમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ગયા વર્ષે તૃણમુલમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા હઝારાએ કહ્યું હતું કે કોરોનાના ભોગ બનેલાઓના શબની અંતિમ વિધી ખુબ જ દયનીય બની ગઇ છે.’

તેમણે કોવિડ-19ના દરદીઓ સાથે ખુબ જ ઉદાસિન રીતે મુલાકાત કરી હતી.મૃત્યદેહોને કેરોસીનથી બાળવામાં આવે છે. પિતાના ચહેરાનો જોવા માટે પુત્રો તરસી રહ્યા છે. તેમને મૃત્યદેહ પાસે જવા દેવામાં પણ આવતા નથી’એમ હઝારાએ કહ્યું હતું.

તો તરફ તૃણમુલ કોંગ્રેસે સિલીગુડીમાં હઝારા વિરૂધૃધ એક રેલી કાઢી તેમની સામે પોલીસ ફરીયાદ દાખલ કરી હતી. તૃણમુલ કોંગ્રસના વરિષ્ઠ નેતા સૌગાતો રોયે આ ટીપ્પણીની વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે આવા શબ્દો માત્ર ભાજપના લોકો જ બોલી શકે છે.’

આવા શબ્દો અને નિવેદનો માત્ર ભાજપના લોકો જ કરી શકે. આ શબ્દો તેમના પક્ષનું પ્રતિબિંબ અને તેમની માનસિકતા દર્શાવે છે’. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે હઝારા સામે પોલીસ ફરીયાદ કરી હતી અને પોલીસને તેની સામે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી હતી’એમ ઉત્તર બંગાળના એક નેતાએ કહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.