ભાજપના નેતા કપિલ મિશ્રાએ આરોપ મુક્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. રવિવારે ટ્વીટ કરીને કપિલ મિશ્રાએ કહ્યું છે કે તેમને વોટ્સએપ અને ઇમેઇલ પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે કહ્યું છે કે તેમને દેશ અને વિદેશથી ધમકી આપવામાં આવી રહી છે પણ હું નફરતના પ્રચારથી નથી ડરતો.
આ પહેલાં કપિલ મિશ્રાએ AAPના નેતા તાહિર હુસૈન પર મોટો આરોપ લગાવીને ટ્વીટ કર્યું હતું કે દિલ્હી હિંસા માટે તાહિર હુસૈન અને આઇબી અધિકારી સહિત ત્રણ લોકો જવાબદાર છે. કપિલ શર્માએ લખ્યું હતું કે હત્યારો તાહિર શર્મા છે.
દિલ્હી હિંસા વખતે માત્ર અંકિત શર્માને નહીં પણ ચાર છોકરાઓને પકડીને લઈ જવામાં આવ્યા હતા અને એમાંથી ત્રણની લાશ મળી ચૂકી છે. તાહિર હુસૈન સતત કેજરીવાલ અને AAP નેતાઓ સાથે વાતચીત કરી રહ્યો છે. કપિલ મિશ્રાએ દિલ્હી હિંસાનો વીડિયો પણ શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે એમાં તાહિર હુસૈન હાજર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.