ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે લાગી રહ્યું છે કે ગુજરાતમાં જો કોરોના વાયરસના કેસને કાબૂમાં લાવવો હોય તો પહેલા ભાજપ નેતાઓને કાબૂમાં લાવવા પડશે.
રાજ્યમાં સંક્રમણનો રાફડો ફાટ્યો છે અને જનતામાં ચૂંટણીઓ સામે રોષ છે. પ્રજામાં એક ભાવ છે કે ચૂંટણીઓમાં ભીડ ભેગી કર્યા બાદ જ આ સંક્રમણ ફેલાયું છે ત્યારે ભાજપના નેતાઑ શરમ નેવે મૂકીને હજુ પણ ભીડ ભેગી કરી રહ્યા છે.
દેશના પ્રધાનમંત્રી હોય કે પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બધા જ નેતાઑ અત્યારે જનતાને કહી રહ્યા છે માસ્ક પહેરીને રહો અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો, પરંતુ કદાચ તેમના નેતાઓની આ વાતો અને શિખામણ ભાજપ નેતાઓને જ નથી સમજાઈ રહી
સી આર પાટિલે માસ્ક વિના કાર્યકર્તાઑ સાથે ફોટો પડાવ્યા, આટલું જ નહીં તેમની સાથે આવેલા કાર્યકર્તાઓએ પણ માસ્ક પહેર્યું જ નહોતું. હદ તો ત્યાં થઈ ગઈ કે પાટિલે અહિયાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના બિન્દાસ ફોટો પણ પડાવ્યા ત્યારે સવાલ ઊભો થાય છે કે પ્રજાને માસ્ક માટે દંડતી પોલીસની કોઈ હિંમત છે કે સી આર પાટિલને દંડ ફટકારી શકે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.