સરકાર સ્વીકારે કે ન સ્વીકારે પણ સરકાર સાથે સંકળાયેલાં લોકો, સરકાર લાવવા માટે કામ કરતાં લોકો તો એ સ્વીકારી જ રહ્યાં છે કે સ્થિતિ ખરાબ છે અને લોકો ભારે ગુસ્સામાં છે. ભાજપના એક સીનિયર આગેવાનનું માનીએ તો હવે સ્થિતિ એવી છે કે ભાજપના મોટા નેતાઓ અને ધારાસભ્યોનું પણ કોઈ હોસ્પિટલ માં ચાલતું નથી.
કેટલાક ભાજપના નેતાઓએ પોતાના ફોન બંધ કરી નવા ફોન નંબર વાપરવાના શરૂ કર્યા છે તો કેટલાકે તો એમનો ફોન કોઈ એવી વ્યક્તિને આપી દીધો છે કે જે જવાબ આપ્યા કરે છે કે સાહેબ હોસ્પિટલમાં મીટિંગ માં વ્યસ્ત છે, પછી ગમે ત્યારે તમે ફોન કરો જવાબ એક સરખો જ મળે છે. ભાજપના એક બીજા નેતા જાહેરમાં વ્યથા ઠાલવતા હતા કે માની લઈએ કે હોસ્પિટલમાં બેડ ના મળે તો પછી જેમના એચ.આર.સી.ટી. સ્કોર ઊંચા હોય તેવા ગંભીર હોમ આઇસોલેશનના દર્દીઓને કલેકટર, કમિશનરને ફોન કરીને પણ રેમડેસિવિર ઇન્જેક્શન ના અપાવી શકીએ તો નેતાનો આ હોદ્દો શું કામનો ? પછી લોકો મત આપશે કઈ રીતે અને અમે માંગીશું કઈ રીતે ?
એક વખત હોસ્પિટલની બહાર ઊભેલા પરિજનો સાથે સમય ગાળે તો આવા નેતાઓને ખબર પડે કે સ્થિતિ શું છે? ચર્ચા છે કે હવે સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે ન સરકારમાં કોઈ સાંભળે છે કે ન તો અધિકારીઓ જવાબ આપે છે. નેતાઓની મૂંઝવણ એ છે કે જો મુશ્કેલીમાં આ લોકો સાથે ન ઊભા રહ્યા તો પછી મત માંગતી વખતે લોકો મોટી મોટી સંભળાવશે….!
આવી જ એક સરકારી હોસ્પિટલમાં રોજ આવતા નેતાઓ અને કહેવાતા સમાજસેવીઓથી એક ડૉક્ટર કંટાળી ગયા. થયું એવું કે ડૉક્ટર કોવિડ દર્દીઓને જોવા આવે કે ચેક કરવા આવે ત્યારે કોઈ ને કોઈ આ દર્દીઓ સાથે ફોટો પડાવતા હોય કે કામ વગરની વસ્તુ આપતા હોય, ડૉકટરો બિચારા રાહ જુએ, આવેલા નેતાઓ કે સમાજસેવીઓનું ફોટો સેશન પતિ જાય પછી ડૉકટરો કોવિડ દર્દી પાસે જઈ શકે. ચર્ચાનું માનીએ તો કેટલાંક લોકો લીબુંપાણી આપીને તો કેટલાક બે ચાર ફળફળાદિ આપીને ફોટો પડાવીને સોશ્યલ મીડિયા પર સ્ટાર બનવાની કોશિશ કરી રહ્યા છે. કેટલાક તો એવું પણ કરે છે કે ફોટો પડાવવા માટે પેરામેડિકલ સ્ટાફને હડધૂત કરે છે.
અમદાવાદમાં ઘણા સમયથી એક ચર્ચા ચાલતી હતી કે કોરોનામાં જરૂરી ઇન્જેક્શન અને ઓક્સિજન બેડ અમદાવાદના કેટલાક ઉચ્ચ અધિકારીઓને જ મળે છે. એમને ક્યારેય કોઈ તકલીફ પડી નથી પણ આ ઘટનામાં ટવીસ્ટ ત્યારે આવ્યો કે અમદાવાદના એક ભાજપના મોટા નેતાના સગાંને ઇન્જેક્શન જોઈતાં હતાં એમણે કોર્પોરેશનના અધિકારીને ફોન કર્યો તો પહેલા જ પેલા અધિકારીએ ના પાડી કે સાહેબ અત્યારે તો બહુ શોર્ટેજ છે. મળે એવું નથી અને જે બીજા બધાને જવાબ આપતા હતા એ જ જવાબ આપ્યા. બસ પછી તો પૂછવું જ શું ? પેલા ભાજપના નેતાનો પિત્તો ગયો અને ફોન મૂકીને એમણે કોર્પોરેશનના અધિકારીઓને સુરતી સંભળાવવાની શરૂ કરીને એક પછી એક અધિકારીઓના પરસેવા છૂટવાના શરૂ થયા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.