ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે મીડિયા અંગે કરેલી ટિપ્પણીની મુખ્યપ્રધાને નોંધ લીધી છે અને પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા કન્વીનરને ઠપકો આપ્યો છે. મીડિયા પર કરવામાં આવેલા વિવાદીત ટ્વીટ બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઋત્વિજ પટેલ સાથે વાત કરી છે અને કોઈ પણ પ્રકારના વિવાદિત સામગ્રી સોશયલ મીડિયા પર ન મુકવા સુચન કરવામાં આવ્યુ છે.તો .ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યુ કે મીડિયા અંગે જે રીતે ટ્વિટ થયુ તેનાથી મીડિયાકર્મીઓની જેમ હું પણ દુઃખી છે..આવા ટ્વિટને વખોડુ છે.
ભાજપના નેતાઓ પણ જોડાયા હતા
મીડિયા પર કરવામાં આવેલા વિવાદીત ટ્વીટ બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઋત્વિજ પટેલ સાથે વાત કરી છે અને કોઈ પણ પ્રકારના વિવાદિત સામગ્રી સોશયલ મીડિયા પર ન મુકવા સુચન કરવામાં આવ્યું છે. આ બાબતે હવે ઢાંકપિછોડો કરવા માટે ભાજપ સક્રિય થઈ ગયું છે. ભરત પંડ્યા સહિતના નેતાઓએ આ બાબતને સીએમ રૂપાણીએ પણ ગંભીરતાથી લીધી હોવાનો બચાવ કર્યો છે. આ મામલે દોષનો ટોપલો ઋત્વિજ પટેલ પર ફૂટ્યો છે. આ અભિયાનમાં ભાજપના ધારાસભ્યો સહિતના નેતાઓ જોડાઈ ગયા હતા. જેઓએ ટ્વીટ ડિલિટ કરવાનો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.