ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય લંબાવાયો

– યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ લેવાયો નિર્ણય

 

વિધાનસભા પેટાચૂંટણીની તારીખ નક્કી થયા બાદ જાહેરાત થઇ શકે છે. પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તો પ્રમુખપદની જાહેરાત થશે નહીં. ચૂંટણી જાન્યુઆરીમાં યોજાશે તો પ્રમુખપદની જાહેરાત કરાઈ શકે છે.

ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય લંબાવાયો છે. પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવાયો છે. ગઈકાલે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ MP MLAના મંતવ્ય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ અટકળો લગાવામાં આવી રહી હતી કે, રાજ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી સહિત સંગઠનમાં મોટા પાયે ફેરફાર થાય તેવી શક્યતા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આમ હાલ ભાજપ સંગઠનના ફેરફાર સહિત પ્રદેશ પ્રમુખની વરણી માટેની અટકળો ઉપર એક અઠવાડીયા સુધી પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.