BJP પ્રધાનોને કાર અને બંગલા જવાનો ડર છે, શિવસેનાએ સામનામાં કરેલી ભાજપની ટીકા

સામનામાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે ભાજપ મહાયુતિની વાત કરે છે પરંતુ એમાં ભાજપના સાથી પક્ષોનો એક પણ ધારાસભ્ય નથી. ભાજપના સભ્યો રાજ્યપાલને મળ્યા ત્યારે સરકાર રચવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી પરંતુ એમાં રાજ્યની પ્રજાની ચિંતા નહોતી, હવે પછી બનનારી સરકારમાં પોતાનું સ્થાન ક્યાં હશે એેની ચિંતા હતી.

શિવસેનાની માગણીનો સ્વીકાર એ જેને જેને સરકાર રચવાના મુદ્દે મળી એ કોંગ્રેસ કે એનસીપીએ પણ સ્વીકાર્ય રાખ્યો નથી. અગાઉ એવા અહેવાલ હતા કે શરદ પવારે શિવસેનાને મુખ્ય પ્રધાનપદ આપવાની તૈયારી દાખવી હતી પરંતુ પાછળથી એ અહેવાલ ખોટા સાબિત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.