બિહારના બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ રાહુલ ગાંધીને લઈને તેમજ નીતીશ કુમારને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. વાસ્તવમાં તેણે અરરિયામાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીની તુલના આતંકી ઓસામા બિન લાદેન સાથે કરી. તેણે કહ્યું કે, રાહુલ ગાંધી આજકાલ દાઢી વધારીને ઓસામા બિન લાદેન બન્યા છે અને તે નરેન્દ્ર મોદીની જેમ વડાપ્રધાન પણ બનવા માગે છે.
બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ અહીં ના રોકાયા. તેણે રાહુલ ગાંધીની બાળક સાથે સરખામણી કરી. બીજેપી તેરાપંથ ભવનમાં ભાજપના સામાન્ય જનસંપર્કમાં સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે અમે લોકો રાહુલ ગાંધીને 50 વર્ષના બાળક જ માનીએ છીએ. જે વ્યક્તિ 50 વર્ષની હોય અને તેને રાજનીતિક બુદ્ધિ નથી તો એને બાળકથી વધુ શું કહી શકીએ? આ સમયે સમ્રાટ ચૌધરીએ લવ જેહાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતી.
સમ્રાટ ચૌધરીએ કહ્યું કે બિહારમાં બીજેપીની સરકાર બનશે તો લવજેહાદીઓને પકડી પકડીને જેલમાં મોકલવામાં આવશે. બીજેપી સરકારમાં ગૌહત્યા કરનારાઓને પણ જેલમાં જવું પડશે. એક એક બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડીને તેને બિહાર અને ભારતમાંથી બહાર કાઢવામાં આવશે. હિન્દુસ્તાનમાં રહીને પાકિસ્તાનના ગુણગાન ગાનારાઓને પણ છોડવામાં આવશે નહિ. જેને હિન્દુસ્તાનમાં રહેવું હશે તેણે હિન્દુસ્તાન સાથે જ ચાલવું પડશે.
નીતિશ કુમારની વિપક્ષી સંગઠન અંગે બિહાર બીજેપી અધ્યક્ષે કહ્યું કે, વિપક્ષમાં પીએમપદના ઉમેદવાર કોણ હશે એ પણ નક્કી નથી. મુખ્યમંત્રી નીતીશ કુમારની માનસિક સ્થિતિ બગડતી જાય છે. તેમની હાલત ગજની ફિલ્મના આમિર ખાનના રોલ જેવી થઈ ગઈ છે. પીએમના તાજનું સ્વપ્ન તેમને પરેશાન કરી રહ્યું છે. તેમને ભૂલવાની બીમારી લાગી ગઈ છે. તેઓ વિધાનસભામાં 2-3 વાર કહી ચૂક્યા છે કે હું જ્યારે ગૃહમંત્રી હતો… કેન્દ્રમાં ક્યારે તેઓ ગૃહમંત્રી હતા, મને કહો… તેઓ રેલવેમંત્રી પણ નહોતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.