ભાજપના પૂર્વ કાઉન્સિલર જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

આજે અમદાવાદમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર, અમરાઈવાડીના પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખ જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

6 દિવસ પહેલા જયેશ પટેલે ટેસ્ટ કરાવ્યો હતો. આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. અમદાવાદમાં કોરોના વાઈરસના વધુ પડતા પોલીસ કર્મચારીઓ સંક્રમણમાં આવી રહ્યાં છે. ત્યારે આ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.

ડીસીપી, કંટ્રોલ દ્વારા પોલીસ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં કહેવાયું છે કે, પોલીસ અધિકારી/કર્મચારીઓના પાલડી ખાતે કોરોના રિપોર્ટ થશે. સંક્રમિત કેસો અંગેની જાણ પોલીસ કર્મચારીએ અધિકારી અને કંટ્રોલ રૂમને કરવી પડશે. સારવાર માટે હોસ્પિટલ કે હોમ ક્વોરેન્ટાઈન થવા નિર્દેશ-સારવાર અંગેના સંકલન માટે પોલીસ અધિકારીએ કંટ્રોલ રૂમને જાણ કરવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.