ભાજપના રાજમાં પશુઓ પણ નથી સલામત : પાંચ વર્ષમાં પશુચોરીના 1069 કેસ

વિધાનભામાં રાજ્ય સરકારે વિગતો રજૂ કરી

આઠ જિલ્લાઓમાં ગૌવંશ પર એસિડ છાંટવાના 12 બનાવો નોંધાયા : પશુચોરીના 1725 આરોપી પકડાયા, 154 પકડાવાના બાકી

ભાજપ શાસિત ગુજરાતમાં આજકાલ લોકોની અસલામતીનો મુદ્દો અવારનવાર ઉઠી રહ્યો છે અને પોલીસની કામગીરી પર પણ શંકાઓ ઉઠી રહી છે. જો કે ભાજપના રાજમાં હવે પશુઓ પણ સલામત નથી. વિધાનસભામાં આજે રાજ્ય સરકારે રજૂ કરેલાં જવાબ મુજબ ૩૧-૧૨-૨૦૧૯ની પરિસ્થિતિએ છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં પશુચોરીના ૧૦૬૯ કેસો નોંધાયા છે, જે પૈકીના ૫૫૬ ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે.

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે આજે જવાબ રજૂ કર્યો છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગાય, ભેંસ અને બળદ જેવા  પશુઓની ચોરીના કુલ ૧૦૬૯ બનાવો રાજ્યમાં નોંઝાયા છે. જે પૈકીના ૫૫૬ ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે અને બાકીના ગુનાઓ ઉકેલવાના બાકી છે. આ ઉપરાંત આ ગુનાઓ હેઠળના ૧૭૨૫ આરોપીઓ પકડાઇ ચૂક્યા છે અને ૧૫૪ આરોપીઓ હજુ પકડાવાના બાકી છે. પશુચોરીના કેસો બાબતે આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ માં દર વર્ષે અન્ય વિસ્તારો વધુ કેસો નોંધાય છે.

આ ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષમાં ગૌવંશ પર એસિડ છાંટવાના કુલ ૧૨ બનાવો આઠ જિલ્લામાં નોંધાય છે. આ જિલ્લાઓમાં આણંદ, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઝ, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરાનો સમાવેશ થાય છે. ગૌવંશ પર એસિડ છાંટવાના કેસોમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓ પકડાયા છે અને બાકીના આરોપીઓ હજુ પકડાવાના બાકી છે.

 

વર્ષ પ્રમાણે પશુચોરીના કેસોની વિગત

વર્ષ    કેસ

૨૦૧૫ ૨૩૦

૨૦૧૬ ૨૭૭

૨૦૧૭ ૧૯૩

૨૦૧૮ ૧૫૫

૨૦૧૯ ૨૧૪

કુલ     ૧૦૬૯




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.