BJPને આ રાજ્યમાં લાગી શકે છે જબરદસ્ત ઝાટકો, ગઠબંધનની સરકાર બનવાના એંધાણા

ઝારખંડમાં મતદાનની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. આ ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલે રાજ્યમાં ભાજપને નુકસાન થઇ શકે છે. ત્યાં ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસ ગઠબંધનને સીટો વધારે મળવાનો અંદાજો છે. મતની ગણતરી 23મી ડિસેમ્બરના રોજ કરાશે. હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની સીટોમાં આવેલા ઘટાડા બાદ આ પાર્ટી માટે મોટી પરીક્ષા હશે.

મહાપોલનું અનુમાન

એક્ઝિટ પોલના અનુમાનનું માનીએ તો રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. પરંતુ બહુમતીના આંકડાથી ઘણી પાછળ રહે તેવી સંભાવના છે. મહા એક્ઝિટપોલમાં ભાજપને 29 સીટ મળવાનો અંદાજો છે. તો બીજીબાજુ ઝારખંડ મુક્તિ મોરચાને 21, કોંગ્રેસને 16 અને આરજેડીને 4 સીટો મળવાની ધારણા છે. આપને જણાવી દઇએ કે ચૂંટણીમાં જેએમએમ, કોંગ્રસ અને આરજેડી સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યાં અગાઉની ચૂંટણીમાં ભાજપના સહયોગી રહેલા એસેએસયુપીને 3 અને જેવીએમને 3 સીટો મળવાનો અંદાજો છે. ત્યાં 5 સીટો અન્યના હિસ્સામાં જઇ શકે છે.

ટાઇમ્સ નાઉ સર્વે

ટાઇમ્સ નાઉના સર્વેનું માનીએ તો ભાજપને 28 સીટો મળી શકે છે જ્યારે જેએમએમને 23, કોંગ્રેસને 16, આરજેડીને 5, જેવીએમને 3 સીટો મળી શકે છે. જ્યારે અન્યના ભાગમાં 6 સીટો મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.