મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉલટફેર પોતાના ચરમ પર છે. ગઈકાલે સવાર સુધી એકલા અને ઠગાયેલા નજર આવેલા એનસીપી પ્રમુખ શરદ પવારે સાંજ થતા-થતા ફરીથી પોતાના પાવરનું પ્રદર્શન કર્યું છે. શિવસેનાની સાથે સરકાર ગઠનમાં લાગેલી એનસીપી અને કૉંગ્રેસને એ વખતે ઝાટકો લાગ્યો જ્યારે પવારનાં ભત્રીજા અજિત પવારે રાતોરાત પાસું પલટી દીધું અને શનિવાર સવારે બીજેપી સાથે મળીને સરકાર બનાવી લીધી.
અજિત પવારનાં નિર્ણયથી પવાર ચોંકી ગયા હતા, કેમકે તેમણે ખુદ કહ્યું કે આ નિર્ણયની તેમને કોઈ જાણકારી નહોતી. સવારે પોતાની પ્રેસ વાર્તમાં શરદ પવારે પોતાના સહયોગી શિવસેનાને જણાવ્યું કે હજુ પણ એનસીપી ઉદ્ધવ ઠાકરેની સાથે છે અને બીજેપીની આગેવાનીવાળી સરકાર વિધાનસભામાં બહુમત સાબિત નહીં કરી શકે. શરદ પવારે અજિત પર પાર્ટીને દગો આપવાનો આરોપ લગાવ્યો છે.
ત્યારબાદ સાંજે ઘટનાક્રમ બદલાતો રહ્યો. એનસીપી ધારાસભ્યોની બેઠકમાં શરદ પવાર ઉત્સાહિત જોવા મળ્યા, કેમકે તેમના 40થી વધારે ધારાસભ્યો જોવા મળ્યા. બીજી તરફ જ્યારે બેઠક ચાલી રહી હતી ત્યારે અજિત પવાર પોતાના ઘરે ફોન પર વ્યસ્ત જોવા મળ્યા એનસીપીએ દાવો કર્યો કે તેની પાસે 49 ધારાસભ્યોનું સમર્થન છે અને આમાં કેટલાક એ ધારાસભ્યો પણ છે જે અજિત પવાર સાથે ગયા હતા. આ બેઠક દરમિયાન શરદ પવારે પોતાના સહયોગી દળોનાં નેતાઓને ફોન કરીને બધું નિયંત્રણમાં હોવાની વાત કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.