સોમવારે બીજેપીના છ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરશે. તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે.અમદાવાદ : ગુજરાત વિધાનસભાની છ બેઠકો પર યોજનારા પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી રવિવારે બપોરે 12 વાગ્યા પછી ઉમેદવારોના નામ જાહેર કરશે. હાલ પ્રદેશ બીજેપી તરફથી નામોની પેનલ બનાવીને દિલ્હી હાઇકમાન્ડને મોકલી દેવામાં આવી છે. આજે દિલ્હી ખાતે બીજેપી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓ છ બેઠક માટે ઉમેદવારના નામો પર અંતિમ મોહર લગાવશે.
અલ્પેશ ઠાકોર ધવલસિંહને લીલીઝંડી
આ પહેલા જ રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાને લીલીઝંડી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે બીજેપીના છ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરશે. તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે.
એવી પણ માહિતી મળી છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સોમવારે રાધનપુર ખાતે હાજર રહેશે. આ બેઠક પરથી અલ્પેશ ઠાકોર ફોર્મ ભરશે. જ્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયા બાયડ ખાતે હાજર રહેશે. આ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ઉમેદવારી ફોર્મ ભરશે. નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયા છે. રાધનપુર અને બાયડ સિવાય, અમરાઇવાડા, લુણાવડા, ખેરાલુ અને થરાદ બેઠક પર બીજેપીના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.