નગરચચૉ / સુરતમાં મહેશ સવાણીનાં હોડિંગ્સ ઉતરાવનારા ભાજપનાં શાસકોને ઉંઝા નગરપાલિકામાં આચરેલ હોડિંગ્સ કૌભાંડ મુદ્દે સત્તાધીશો કેમ ચૂપ.?

સુરતમાં આમ આદમી પાર્ટીનું વચૅસ્વ ધીમે ધીમે વધી રહયું છે. સમગ્ર ગુજરાતમાંથી નામાંકિત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇને સંગઠનને મજબૂત બનાવી રહ્યાં છે. તાજેતરમાં સુરતમાં નામાંકિત સમાજસેવક એવા મહેશ સવાણી આપમાં જોડાંતા તેમનાં સમથૅકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.

જેને લઇને તેમનાં શુભેચ્છકોએ મહેશભાઈ સવાણીને શુભેચ્છા પાઠવતાં હોડિંગ્સ સુરતમાં લગાવ્યા હતા, ભાજપ નાં શાસકો બોખલાઈ ગયાં હતાં, અને ત્યારે ભાજપે કારણ આપતાં જણાવ્યું હતું કે આ હોડિંગ્સ મંજૂરી વગર લગાવ્યાં હોવાનું કારણ આપ્યું હતું..

અપક્ષ નગરસેવક ભાવેશ પેટલનો આક્ષેપ..

સુરતમાં ભાજપ શાસિત પાલિકા બેનરો ઉતરાવી રહી છે ત્યારે ઉતર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઉંઝામાં ભાજપની અલ્પ બહુમતીવાળી પાલિકા છે, જેમાં પાલિકામાં સત્તાધીશો દ્નારા હોડિંગ્સ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પાલિકાનાં અપક્ષ નગરસેવક ભાવેશ પટેલ દ્વારા આક્ષેપ કર્યો હતો. જેને લઈને ઉંઝાની રાજનીતિ ગરમાઈ હતી અને આક્ષેપ કરનાર ભાવેશ પટેલને પાલિકાનાં શાસકોને એન-કેન પ્રકારે જેલવાસ કરાવ્યો હતો.

https://www.youtube.com/watch?v=x2Lhae6MMFA

ઉંઝા નગરપાલિકામાં ભાજપનાં શાસકો હોડિંગ્સ કૌભાંડ આચરીને નગરપાલિકાને ચૂનો લગાવી રહ્યાં છે. જયારે સુરત અને ઉંઝામાં બંને જગ્યાએ ભાજપનું જ શાસન છે, ત્યારે જો સુરત મનપા હોડિંગ્સ લગાવવાનાં નિયમો બતાવતી હોય, તો શું ભાજપશાસિત ઉંઝા નગરપાલિકાને આ હોડિંગ્સ લગાવવા માટે કોઈ નિયમો લાગુ નહીં પડતાં હોય.?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.