ભોપાલ: વૈશ્વિક મહામારી કોરોના સામે જંગ લડવા માટે આજકાલ દરેક પોતાની રીતે બની શકે તેટલી મદદ કરી રહ્યાં છે. આ લડાઇમાં સરકાર સિવાય દેશની અનેક સામાજિક સંસ્થા અને સામાન્ય લોકો કોરોના વિરૂદ્ધ યોદ્ધા બની રહ્યાં છે. તેઓ લોકોને જમવાથી લઇને રાશન પહોંચાડી રહ્યાં છે. આ દરમિયાન મધ્યપ્રદેશના રિવા જિલ્લાની એક તસવીર સામે આવી છે જેના લોકો ભરપૂર વખાણ કરી રહ્યાં છે.
વાત એવી છે કે તસવીરમાં દેખાતા આ શખ્સ કોઇ સામાન્ય વ્યક્તિ નથી. આ વ્યક્તિ મધ્ય પ્રદેશના રિવાથી ભાજપ સાંસદ જનાર્દન મિશ્રા છે. તે કોરોનાને હરાવવા માટે આગળ આવ્યા છે. સાંસદે લોકડાઉનના નિયમોનું પાલન કરી ઘરમાં જ માસ્ક તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે.
સાંસદ જનાર્દન મિશ્રા પહેલા માસ્ક બનાવે છે પછી જરૂરિયાતમંદ લોકો પાસે જઇને માસ્કનું વિતરણ કરે છે. એટલું જ નહીં તે ભાજપ મહિલા મોરચાના સભ્યોને માસ્ક સીવવા માટે કાપડ પણ પુરું પાડે છે. એક સાંસદ દ્વારા અનોખી રીતે સેવા પૂરી પાડવાની કામગીરીની સોશિયલ મીડિયા પર ખુબ જ સરાહના કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં જનાર્દન મિશ્રાના આઇએએસ નગર નિગમ આયુક્ત સભાજીત યાદવને જીવતો દફનાવી દેવાની ધમકી આપી ચર્ચામાં આવ્યા હતા. સાંસદે ધમકી આપતા કહ્યું હતું કે જો ગેરકાનુની રીતે કોલોનીમાં રહેતા લોકો પાસેથી પૈસા માગ્યા તો તેને જીવતો દફનાવી દેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.