ભાજપી સાંસદનુ મંદીને લઇ ઉટપટાંગ નિવેદન, કહ્યું ખરેખર મંદી હોત તો આપણે ધોતી-કૂર્તા પહેરવા લાગત.

દુનિયાભરમાં મંદીની ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ વીરેન્દ્ર સિંદે કહ્યું કે જો ખરેખર મંદી હોત તો લોકો પેન્ટની જગ્યાએ ધોતી-કૂર્તા પહેરવા લાગત.

ભાજપ સાંસદે કહ્યું કે દુનિયા અને દિલ્હીમાં મંદીની ચર્ચા થઇ રહી છે. જો ખરેખર મંદી હોત તો અમે કુર્તા-ધોતી પહેરવા લાગ્યા હોત ના કે કોટ-જેકેટ પહેરીને આવત. જો હકીકતમાં મંદી હોય તો તો અમે કપડા, પેન્ટ-પાયજામા ખરીદી શકત નહીં.

અગાઉ રવિશંકર પ્રસાદના નિવેદન પર થઇ ચૂકયો છે વિવાદ

આની પહેલાં મોદી સરકારમાં કાયદા મંત્રાલયની જવાબદારી સંભાળનાર રવિશંકર પ્રસાદે ગયા વર્ષે ઑક્ટોબરમાં એક પત્રકાર પરિષદમાં બેરોજગારી અને અર્થતંત્રમાં સુસ્તીને સંપૂર્ણપણે નકારી દીધી હતી. તેમણે અર્થતંત્રમાં સુસ્તીનો ઇન્કાર કરતાં કહ્યું કે મને ફિ્લ્મો ખૂબ ગમે છે. ફિલ્મો મોટો વેપાર કરી રહી છે. 2 ઑક્ટોબરના રોજ 3 ફિલ્મો રીલીઝ થઇ છે. ફિલ્મ ઉદ્યોગના નિષ્ણાતોએ કહ્યું કે નેશનલ હોલીડેના દિવસે 3 ફિલ્મોએ 120 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. હવે જ્યારે દેશમાં અર્થતંત્ર સાઉન્ડ છે ત્યારે તો 120 કરોડ રૂપિયાનું રિટર્ન એક દિવસમાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.