કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણને ‘નિર્બલા’ સીતારમણ કહેવાને લઈને વિવાદનો વંટોળ ઉભો થયો છે. હવે ભાજપના સાંસદ પૂનમ મહાજને અધીર રંજન પર વળતો પ્રહાર કર્યો છે. પૂનમ મહાજને અધીર રંજનને એક જ પરિવારની મહિલા માટે ઉભા રહેવાને લઈને ટોણો માર્યો હતો.
ભાજપે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પાસે વડાપ્રધાન નરેન્દ્ર, ગૃહ મંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારામણ પર સોમવારે કરેલી ટિપ્પણી અંગે માફીની માંગ કરી હતી. જેના જવાબમાં ગઈ કાલે ભાજપના સાંસદે જવાબ વાળ્યો હતો.
આજે ભાજપ સાંસદ પૂનમ મહાજને કહ્યું કે, ગઈકાલે તમામ સભ્યો તેલંગાણામાં ડોક્ટરની હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ અંગે એક સાથે હતા, પણ થોડી વાર પછી જેમનું નામ ધીર છે, એવા અધીર રંજનજીના ધૈર્યનો બંધ તૂટ્યો હતો. તેમણે સીતારામણ પર ટિપ્પણી કરી હતી, એ ખોટું હતું. પૂનમે કહ્યું હતું કે, નિર્બળ તો તમે છો દાદા(અધીર રંજન)કે એક જ પરિવારની મહિલા માટે તમે ઊભા છો અને તેના સન્માન અને સુરક્ષા માટે જ લડી રહ્યા છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.