ભાજપ સરકારની નિષ્ફળતાથી સુરત શાંઘાઈ નહીં પણ વુહાન બનવા જઈ રહ્યું છે

સરકાર પોતાની નિષ્ફળતાં છુપાવવા માટે મૃત્યુના આંકડા છુપાવી રહી છે: સરકારે ખાનગી હોસ્પિટલ લૂંટ સરકારે અટકાવવી જોઈએ

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરતની સ્મીમેર અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

તેઓએ કહ્યું હતું કે, એક સમયે ભાજપ શાસકો સુરતને શાંઘાઈ બનાવવા માટેની વાત કરી રહ્યાં હતા પણ સરકારની નિષ્ફળતાના કારણે સુરત કોરોના માટે વુહાન બની બનવા જઈ રહ્યું છે.

સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોરોના પોઝીટીવ દર્દી અને મૃત્યુના આંકડા છુપાવી રહી છે. હાલમાં સરકારે વધુમાં વધુ ટેસ્ટ કરીને પોઝીટીવ દર્દીને તાત્કાલિક સારવાર કરવા સાથે ખાનગી હોસ્પિટલ લુંટ ચલાવી રહી છે તે બંધ કરવી જોઈએ.

સુરત આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું, સમગ્ર ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ કાબુ બહાર છે. તેમાં ખાસ કરીને સુરતમા પરિસ્થિતિ ઘણી ગંભીર છે.

ભુતકાળમાં ભાજપ શાસકોએ સુરતને સંઘાઈ બનાવવાની વાત થઈ હતી પરંતુ સરકારની નિષ્ફળતા, સંકલન અને ઈચ્છા શકિતના અભાવે સુરત સંઘાઈ ન બન્યું પરંતુ આજે કોરોનામાં વુહાન બનતું દેખાઈ રહ્યું છે.

સરકારની હોસ્પિટલમાં કોરોનાની જરૂરી સારવાર મળતી નથી અને તેના કારણે દવા અને ઈન્જેક્શનના કાળા બજાર થઈ રહ્યાં છે લોકોએ મજબુરીથી ઉંચા પૈસા આપીને ખરીદવા પડી રહ્યાં છે.

સરકાર ગુજરાત મોડલની વાત કરી રહી છે પરંતુ આ ગુજરાતમાં લોકોને પૈસા આપતાં પણ કોરોનામાં સારવાર થાય તેવા ઈન્જેક્શન મળી શકતા નથી. આ જોતાં સરકાર કોરોનાને માત કરવા માટે ગંભીર નથી તેવું સાબિત થાય છે.

સરકારી હોસ્પિટલમાં જે દવા નથી મળતી તે બહાર વધારે પૈસા આપીને મળી રહી છે તે પણ સરકારની નિષ્ફળતાં જ છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં કોરોનાના મોતના સરકાર જે આંકડા જાહેર કરે છે તે અને સ્મશાન અને કબ્રસ્તાનમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ વિધિ થાય છે તે આંકડા ઘણાં વધારે છે.

આ સ્થિતિ માત્ર સુરત જ નહીં પરંતુ મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટમાં પણ આ જ હાલત છે. ગુજરાતમાં ટેસ્ટીંગ ઓછા કરીને પોઝીટીવ કેસની સંખ્યા છુપાવવા સાથે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ છુપાવી રહી છે.

સરકાર પોતાની નિષ્ફળતાં છુપાવવા માટે મૃત્યુના આંકડા છુપાવી રહી છે. સરકાર આંકડા છુપાવી રહી છે તેના બદલે વધુમાં વધુ ટેસ્ટીંગ કરાવીને પોઝીટીવ આંકડા સાચા જાહેર કરવા સાથે દર્દીઓને સારવાર આપવા સાથે ખાનગી હોસ્પિટલ લુંટ ચલાવી રહી છે તે પણ અટકાવવી જોઈએ.

ત્યાર બાદ તેઓ સુરતમાં સિવિલ હોસ્પીટલની મુલાકાત બાદ તેઓએ કહ્યુ હતું કે, સુરતમાં કોરોનાની મહામારી બેકાબુ થતાં બાર હજારથી વધુ દર્દી અને પાંચસોથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે તે સરકારની નિષ્ફળતાં છે.

સરકાર સુવિધા ઉભી કરી શકી ન હોવાથી સુરતીઓ કોરોનામાં જીવ ગુમાવી રહ્યાં છે. હાલની જે સ્થિતિ છે તે જોતાં અમે સરકાર પાસે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માટેની માગણી કરીશું તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.