શું BJP સાથે ફરીથી ભાઇબંધી કરશે શિવસેના? ઉદ્ધવ ઠાકરે ઇશારા-ઇશારામાં કહ્યું આવું

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ ભાજપની સાથે ગતિરોધના લીધે આખરે છેલ્લે સુધી સરકાર બની શકી નહીં અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું. જો કે શિવસેનાએ હજુ પણ ભાજપની સાથે સુલેહ કરવાના દરવાજા ખોલી રાખ્યા છે. તેના સંકેત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારના રોજ પત્રકાર પરિષદમાં આપ્યા. ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ દરમ્યાન કહ્યું કે ભાજપે શિવસેના સાથે સંબંધ તોડ્યા છે શિવસેના એ નહીં.

જો કે વાત એમ છે કે પત્રકાર પરિષદ દરમ્યાન એક પત્રકારે ઉદ્ધવ સાથે ભાજપનો વિકલ્પ ખત્મ થવા સાથે જોડાયેલો પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન પર ઉદ્ધવ ભડક્યા અને કહ્યું તમને કેમ આટલી ઉતાવળ છે?…આ રાજકારણ છે…6 મહિના આપ્યા છે ને રાજ્યપાલે. ભાજપનો ઓપ્શન મેં ખત્મ કર્યો નથી, આ ભાજપે પોતે કર્યો છે. ઉદ્ધવ આગળ બોલ્યા, હું લોકસભા ચૂંટણી પહેલાં અલગ જઇ રહ્યો હતો, ભાજપ સામે આવ્યું, મેં તેમની ભાવનાનું સમ્માન કર્યું. ત્યારે આખા દેશમાં એવો માહોલ હતો કે ભાજપની સરકાર આવશે નહીં. વધુમાં વધુ 200, 210 કે 220 સીટો આવશે, તો હું એ અંધારામાં તેમની સાથે ગયો હતો.

જે વાત થઇ તેના પર અમલ કરો – ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે ભાજપની મારી સાથે જે યુતિ હતી તે જો ખત્મ થઇ હશે તો તે તેમણે ખત્મ કરી. જે વાત તે સમયે થઇ હતી તેના પર અમલ કરો. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ હજુ પણ તેના પર પહોંચી શકી નથી પરંતુ દરરોજ નવી ઓફર હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.