ભાજપના પ્રવક્તાને NCPના કાર્યકર્તાએ થપ્પડ મારી દીધી સમગ્ર ઘટનાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે..

મહારાષ્ટ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા વિનાયક આંબેકર ઉપર NCPએ હુમલો કર્યો હોવાની ઘટનાને લઈને હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.અને આ ઘટના અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

BJPના મહારાષ્ટ્ર યુનિટના નેતા વિનાયક અંબેકરે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર પોતાની સાથે મારપીટ કર્યાનો આરોપ લગાવ્યો છે. જયારે આ ઘટનાથી જોડાયેલો એક વીડિયો મહારાષ્ટ્રના BJP અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે સોશિલ મીડિયામાં શેર કર્યો છે અને જેમાં એક વ્યક્તિ વિનાયક અંબેકરને થપ્પડ મારતો દેખાય છે. ચંદ્રકાંત પાટીલે પોતાના ટ્વીટમાં વીડિયો શેર કરીને લખ્યું છે કે, મહારાષ્ટ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા વિનાયક આંબેકર ઉપર NCPના ગુંડાઓએ હુમલો કરાયો અને BJP તરફથી હું આ હુમલાની નીંદા કરું છું. આ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુંડાઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ..

સોશિયલ મીડિયામાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેટલાક લોકો અંબેકરની સાથે દલીલ કરતા દેખાય છે. જે એક ટેબલ ઉપર બેઠા છે. આ વચ્ચે એક વ્યક્તિ તેમને થપ્પડ મારી દે છે. તમને જણાવી દઈએ કે, શનિવારે મરાઠી અભિનેત્રી કેતકી ચિતલે અને એક વિદ્યાર્થી નિખિલ ભામરેની પણ પવાર ઉપર વાંધાજનક પોસ્ટ શેર કરવાને લઈને ધરપડક કરવામાં આવી હતી. મહારાષ્ટ્રની એક કોર્ટે આજે અભિનેત્રીને 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે.અને ચિતલેને થાણે પોલીસે પકડી હતી. જયારે ભામરેને નાસિક પોલીસે ઝડપી પડ્યો હતો.

ચિતલે ઉપર માનહાની અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને લોકોમાં દુશ્મનાવટ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. NCP મહારાષ્ટ્રમાં શાસક પક્ષના ગઠબંધનનો ભાગ છે. એક સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે, ભાજપ પ્રવક્તા વિનાયક આંબેકરને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ એટલા માટે માર માર્યો કારણ કે તેમણે શરદ પાવર વિરુદ્ધ ટીપ્પણી કરી હતી અને બીજી બાજુ NCPના એક કાર્યકર્તાએ વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં અંબેકર વિરુદ્ધ ફરિયાદ કરી છે અને શરદ પવાર વિરુદ્ધ પોસ્ટ લખવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ હવે આ મુદ્દો જોર પકડી રહ્યો છે. તેવામાં NCP કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.