ભાજપે સુશાંતના પ્રકરણનો રાજકીય ફાયદો ઉઠાવવાનુ નક્કી કર્યુ છેઃ શિવસેના

અભિનેતા સુશાંત સિંહના મોતના વિવાદમાં હવે પૂરજોશમાં રાજકારણ શરુ થઈ ગયુ છે.

શિવસેના પ્રવક્ત સંજય રાઉત પણ તેમાં કુદી પડ્યા છે.રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં આરોપ લગાવતા કહ્યુ છે કે, સુશાંતના મામલાની તપાસ હવે સીબીઆઈના હાથમાં છે.મુંબઈ પોલીસની તપાસ ચાલતી હોય ત્યારે બિહાર સરકાર આવી માંગ કરે અને સરકાર સીબીઆઈ તપાસની મંજૂરી આપી દે તે જ બતાવે છે કે, આ પ્રકરણનુ રાજકીયકરણ કરવામાં આવ્યુ છે.સરકારનો આ નિર્ણય મહારાષ્ટ્ર રાજ્યની સ્વાયત્તતા પર સીધો હુમલો છે.સુશાંતનો મામલો મુંબઈ પોલીસ પાસે હજી થોડો સમય રહ્યો હોત તો આકાશ નહોતુ તુટી પડવાનુ પણ આપણા દેશમાં કોઈ પણ મુદ્દે રાજકારણ રમાઈ શકે છે.સુશાંત પ્રકરણમાં જે પણ થયુ છે તે મહારાષ્ટ્ર સામેનુ કાવતરુ છે.

રાઉતે કહ્યુ હતુ કે, મુંબઈ પોલીસ દબાણમાં આવતી નથી.શીના બોરા હત્યાકાંડને પણ મુંબઈ પોલીસે સોલ્વ કર્યો હતો.તેમાં સંડોવાયેલા મોટા માથાને પોલીસે જેલમાં પહોંચાડ્યા હતા.મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાનો જવાબ પણ મુંબઈ પોલીસે જ આપ્યો હતો અને કસાબને મજબૂત પૂરાવાના આધારે ફાંસીના માંચડા સુધી પહોંચાડ્યો હતો.કેન્દ્ર સરકારે સુંશાતના કિસ્સામાં હસ્તક્ષેપ કરીને મુંબઈ પોલીસનુ અપમાન કર્યુ છે.સીબીઆઈ ભલે કેન્દ્રની તપાસ એજન્સી હોય પણ તે સ્વતંત્ર અને નિષ્પક્ષ નથી તે ઘણી વખત દેખાઈ ચુક્યુ છે.ઘણા રાજ્યોએ સીબીઆઈ પર જ પ્રતિબંધ મુકી દીધો છે.પશ્ચિમ બંગાળમાં શારદા ચીટ ફંડના કેસમાં તો સીબીઆઈની ટીમ સામે ઉલટાનુ મમતા બેનરજીની સરકારે વળતો કેસ કરી દીધો હતો.સીબીઆઈ કેન્દ્રમાં જેની સરકાર હોય તેના ઈશારે કામ કરે છે.અમિત શાહ અને નરેન્દ્ર મોદી પહેલા ગોધરા બાદના તોફાનોની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનો વિરોધ કરી ચુક્યા છે.

રાઉતના મતે બિહાર પોલીસના ડીજીપી ગુપ્તેશ્વર પાંડે ભાજપની ટિકિટ પર 2009માં ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા હતા.તેની સામે વિરોધ થતા પાંડેને ટિકિટ મળી નહોતી.એ બાદ ફરી તેઓ પોલીસની નોકરીમાં પાછા આવી ગયા હતા.આજે તેઓ નિતિશ કુમારના ખાસ અદિકારી મનાય છે.આમ પાંડે દ્વારા મુંબઈ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરવા હાસ્યાસ્પદ બાબત છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.