પેટાચુટણી:આજે ગુજરાત વિધાનસભાની છ બેઠકો પર મતદાન સવારે આઠ વાગ્યાના ટકોરે શરૂ થઇ ગયું છે. મતદાન બુથની બહાર મતદાતાઓની લાંબી લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. લોકોની સાથે સાથે નેતાઓ અને સાંસદો પણ મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન શરૂ થયાના એક કલાકના સમયમાં જ ખેરાલુ વિધાનસભાની બેઠક પર EVMમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. EVM બંધ થવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખેરાલુના BJPના ઉમેદવાર અજમલજી ઠાકોરના ગામ મલેકપુરમાં જ EVM મશીન ખોટવાયુ હતું.
એક રિપોર્ટ અનુસાર મલેકપુર ગામના 171 મતદાન મથક પર BJPના ઉમેદવાર અજમલજી ઠાકોરે 8:15 મતદાન કર્યું હતું. અજમલજીએ મતદાન કર્યા પછીના એક કલાક પછી EVM મશીનમાં કોઈ ખામી સર્જાઈ હતી. EVM મશીન 15 મિનીટ બંધ રહ્યું હતું અને ત્યાબાદ નિષ્ણાતો દ્વારા ખામી દૂર કર્યા પછી ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.