ભાજપમાં વસુંધરા રાજેની ઉપેક્ષા થઇ રહી છે ? એક સમયે પડ્યો બોલ ઝીલાતો હતો

રાજકારણનો એક સર્વસામાન્ય નિયમ છે. કોઇ નેતા ગમે તેટલો કદાવર અને વગશીલ હોય, એની ઉપયોગિતા ઘટી જાય ત્યારે જે તે પક્ષનું મોવડી મંડળ એ  નેતાને મરેલા ઉંદરની જેમ ફેંકી દે છે.

રાજસ્થાનમાં સચિન પાઇલટે જુદા કારણે પોતાની ઉપેક્ષા થતી હોવાનું અનુભવીને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે બળવો કર્યો એ ઘટના તાજી છે. એક રિપોર્ટ મુજબ કોંગ્રેસ મેાવડી મંડળે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનમાં સચિન પાઇલટની અવગણના કરીને પોતાને અંગત રીતે વફાદાર હોય એવા વયસ્ક નેતાઓને સત્તા સોંપી દીધી.

એવું જ કંઇક ભાજપના કદાવર નેતા અને એક સમયે રાજસ્થાનના મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે એેવા પ્રિન્સેસ વસુંધરા રાજેની હાલત થઇ હોવાનું ભાજપની આંતરિક ગુસપુસ પરથી જાણવા મળ્યું હતું. રસપ્રદ વાત એ છે કે વસુંધરા રાજે અને અશોક ગેહલોત વચ્ચે સારી દોસ્તી છે. હાલ અશોક ગેહલોતની સરકાર સામે ગંભીર જોખમ સર્જાયું છે ત્યારે ભાજપમાં એવી છાપ પ્રવર્તી રહી હતી કે વસુંધરા રાજેની ખુલ્લેઆમ ઉપેક્ષા કરાઇ રહી હતી.

વસુંધરા રાજે મુખ્ય પ્રધાનનો બંગલો કબજે કરીને બેઠાં છે છતાં અશોક ગેહરલોતે એ બંગલો જબરદસ્તીથી ખાલી કરાવ્યો નથી. સચિન પાઇલટે આ મુદ્દે અવાજ ઊઠાવ્યો હતો ત્યારે અશોક ગેહલોતે એવો જવાબ આપ્યો હોવાનું કહેવાય છે કે એક સિનિયર ધારાસભ્ય તરીકે વસુંધરાજીને કયો બંગલો આપવો એ નક્કી કરવાનો અધિકાર મારો એટલે કે મુખ્ય પ્રધાનનો છે.

સચિન પાઇલટે આ મુદ્દો ઊઠાવ્યો ત્યારે ભાજપ તરફથી કોઇ પ્રતિભાવ અપાયા નહોતા પરંતુ વસુંધરા તરફથી બે ધારાસભ્યો કૈલાસ મેઘવાળ અને પ્રતાપ સિંઘે સચિન પાઇલટની આકરી ટીકા કરી હતી.  આ મુદ્દે ભાજપના મૌન અંગે લોકોને વિસ્મયનો અનુભવ થયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.