ભાજપ વઘારે હલકાઇ પર ઉતયુઁ,આ IASને બદનામ કરવા કરી જોરદાર તૈયારી,IT સેલને આપ્યો હતો આવો ટાગેઁટ

અમદાવાદ મનપાના પૂર્વ કમિશનર વિજય નહેરાને ટાર્ગેટ કરવા માટે ભાજપના આઇટી સેલે જબરદસ્ત તૈયારીઓ કરી હતી. ભાજપ આઇટી સેલે નહેરા વિરૂદ્ધ અલગ-અલગ પોસ્ટ તૈયાર કરી હતી. પરંતુ આ પોસ્ટનો જથ્થો જીએસટીવીને હાથ લાગ્યા બાદ જીએસટીવીએ આ એક્સક્લુઝિવ અહેવાલ પ્રસારિત કર્યો. જીએસટીવીએ રજૂ કરેલા અહેવાલ બાદ ભાજપના આઇટી સેલે પારોઠના પગલાં ભર્યા અને ગણતરીના કલાકોમાં જ ટ્વીટ બેન્કનો ડેટા ડિલીટ કર્યો.

અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર વિજય નહેરાને કોરોના મુદ્દે ભીડવવા માટે ભાજપ આઇટી સેલે જબરદસ્ત તૈયારીઓ કરી હતી. ભાજપના આઇટી સેલે નહેરા વિરૂદ્ધ એક ખાસ ટ્વીટ બેન્ક ઉભી કરી. પરંતુ જીએસટીવી પાસે આ માહિતી આવી અને જીએસટીવીએ આ મામલે એક્સક્લુઝિવ અહેવાલ રજૂ કર્યો. ભાજપ આઇટી સેલે નહેરા વિરૂદ્ધ અલગ-અલગ પોસ્ટ તૈયાર કરી હતી. જે મુજબ આઇટી સેલે નહેરાને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવા માટે સંખ્યાબંધ પોસ્ટર બનાવ્યા હતા. અંદાજે 1 હજાર ટેક્સ્ટ મેસેજ અને 60 થી 70 ઇમેજ તૈયાર કરી વિજય નહેરાને ટાર્ગેટ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી. વિજય નહેરા વિરૂદ્ધના આ તમામ મેસેજની બેન્ક તૈયાર કરી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને આપવામાં આવી. આ તમામ મેસેજ વડે ટ્વીટર પર ટ્રેન્ડિંગ કરવાનો આદેશ અપાયો હતો. એક વ્યક્તિને 5 મેસેજ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ આ તમામ માહિતી મીડીયાએ રજૂ કરતાં જ સરકારમાં હડકંપ મચી ગયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.