ભારતીય જનતા પાર્ટીની આસામ યુનિટ રાજ્યમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સોમવારે એટલે કે, આજે દેશદ્રોહના ઓછામાં ઓછા 1000 કેસ નોંધાવશે. દેશદ્રોહનો આ મામલો આ નિવેદનના વિરોધમાં નોંધાવશે અને જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતની સરહદો ગુજરાતથી લઈને બંગાળ સુધી છે. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યા પ્રમાણે ANI આ પ્રકારની જાણકારી આપી છે. ભાજપનું માનવું છે કે, રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન આપીને અરુણાચલ પ્રદેશ પર ચીનનો દુષ્પ્રચારને સ્વિકાર કરી લીધો છે.
કેરલના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ 10 ફેબ્રુઆરી ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં શક્તિ છે. આપણી સંસ્કૃતિ, આપણી વિવિધતા અને આપણી ભાષા તથા અહીંના લોકો આપણા રાજ્યોની શક્તિ છે.અને આ ટ્વિટમાં રાહુલ ગાંધીએ આગળ લખ્યું હતું કે, ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ભારત છે. ત્યાર બાદ આસામ, ત્રિપુરા અને મણિપુરના મુખ્યમંત્રીઓએ રાહુલ ગાંધીના આ ટ્વિટ પર વાંધો ઉઠાવ્યો હતો કે, તેમણે ઉત્તર પૂર્વનો ઉલ્લેખ કર્યો નહીં.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, કાશ્મીરથી લઈને કેરલ સુધી અને ગુજરાત થી લઈને પશ્ચિમ બંગાળ સુધી ભારતના રંગો સુંદર છે. ભારતની ભાવનાનું સત્યાનાશ ન કરો અને ભાજપનું માનવું છે કે, રાહુલ ગાંધીએ જાણી જોઈને ઉત્તર પૂર્વનો ઉલ્લેખ કર્યો નથી. આવી રીતે તેમણે અરુણાચલ પ્રદેશ પર ચીનના પ્રોપેગૈંડાનું સમર્થન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.